Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યોને અધિક અધિકારો આપવા સાથે આજથી દેશભરમાં લૉકડાઉન 4.0 લાગૂ

રાજ્યોને અધિક અધિકારો આપવા સાથે આજથી દેશભરમાં લૉકડાઉન 4.0 લાગૂ

0
257

નવી દિલ્હી: કોરોના મહામારીના વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31-મે સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. લૉકડાઉન-4માં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. સોમવારથી લૉકડાઉન-4 દેશભરમાં લાગૂ થઈ ગયું છે, કારણ કે ત્રીજા લોકડાઉનની મુદ્દત રવિવારે જ સમાપ્ત થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે આ વખતના લૉકડાઉનમાં રાજ્ય સરકારને વધારે અધિકાર આપ્યા છે. જેની માંગ ખાસકરીને બિન ભાજપ શાસિત રાજ્યો સતત કરી રહ્યાં હતા.

લૉકડાઉનની સ્થિતિ અને સ્વરૂપ કેવું રહેશે? તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકશે. રાજ્યો પાસે એ પણ અધિકાર રહેશે કે, ક્યા-ક્યા વિસ્તારોને અલગ-અલગ ઝોનમાં વર્ગીકરણ કરી શકાય છે. રાજ્યોને જ લૉકડાઉનના ચુસ્ત પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવશે. આ વખતે કેન્દ્ર સરકાર તરફથી બે નવા કેન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન પણ જોડવામાં આવ્યા છે, પરંતુ તેનો વિસ્તાર નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર રહેશે.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશને 5 ઝોનમાં વિભાજિત કર્યો છે. અત્યાર સુધી દેશમાં માત્ર 3 ઝોન બનાવવામાં આવ્યા હતા. રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન. હવે આ સાથે જ બે નવા ઝોન ઉમેરવામાં આવ્યાં છે, જેમાં એક છે બફર અને બીજો કન્ટેનમેન્ટ ઝોન છે.

લૉકડાઉન 4.0માં અનેક છૂટ આપવામાં આવી છે. જો કે આ રાહતો સાથે કેટલીક શરતો પણ સંકળાયેલી છે. આ વખતે રાજ્યોને વધારે અધિકારી આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશના તમામ મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી. ગત બેઠકમાં રાજ્યોએ વધારે અધિકાર આપવાની માંગ મૂકી હતી. લૉકડાઉન 4.0માં રાજ્યોને જ વધાર અધિકાર આપવામાં આવ્યાં છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, એક જ દિવસમાં 2347 પોઝિટિવ કેસ નોંધાયા