Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સુરત ખાતે ઇશ્વરનગર સોસાયટી માં સ્થાનિકો નો મચ્છરદાની ઓઢી વિરોધ

સુરત ખાતે ઇશ્વરનગર સોસાયટી માં સ્થાનિકો નો મચ્છરદાની ઓઢી વિરોધ

0
1

સુરત ના પુણા ગામ ખાતે આવેલી ઈશ્વર નગર સોસાયટી ખાતે સ્થાનિકો એ અનોખો વિરોધ નોંધાવ્યો હતો..મચ્છરદાની ઓઢી રામધૂન બોલાવી ખાડી નો વિરોધ કર્યો હતો..સુરત ની માધ્યમથી પસાર થતી ખાડી ને લઈ વારંવાર વિરોધ થઈ રહ્યા છે..ખાડી ના કારણે આસપાસ ના વિસ્તાર માં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે..સફાઈ ને લઈ અનેક વખત મનપા માં રજુઆત કરાઈ છે.

છતાં કામ ઠેર નું ઠેર જ જોવા મળી રહ્યું છે..તેવામાં સુરત ના પુણા ખાતે આવેલી ઈશ્વર નગર સોસાયટી માંથી પસાર થતી ખાડી ને લઈ આજરોજ સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા..મચ્છરો ના ત્રાસ થી સ્થાનિકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે સાથે જ મચ્છરો ના કારણે સ્થાનિકો વારંવાર બીમાર પડી રહ્યા છે..સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ ને વારંવાર રજુઆત કરવામાં આવી છે.

છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી..સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા કે મનપા માં રજુઆત કરી ત્યારે અધિકારીઓ દ્વારા મચ્છરદાની ઓઢવાનો આગ્રહ કરાયો હતો જેના પગલે ઈશ્વર નગર ના સ્થાનિક મહિલા ઓ.અને પુરૂષો દ્વારા મચ્છરદાની ઓઢી રામધૂન યોજી વિરોધ નોંધાવ્યો હતો..વિરોધ કરી રહેલા તમામ સ્થાનિકો હાથ માં પ્લે કાર્ડ રાખી મનપા સામે રોષ ઠાલવ્યો હતો….

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat