Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 24 જાન્યુઆરીથી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

24 જાન્યુઆરીથી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

0
75
  • રાજય ચૂંટણી પંચ તરફથી ચૂંટણીની તારીખો જાહેર થઇ

  • ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સંદર્ભે કાર્યકરોની સેન્સ લેશે

ગાંધીનગર: રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીને લઇને આવતીકાલ તા. 24થી પ્રદેશ ભાજપ તરફથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. જેના ભાગરૂપે ભાજપ દ્રારા નિમાયેલા નિરીક્ષકો સ્થાનિક કાર્યકર્તાઓને મળશે અને તેમની રજૂઆતોને ધ્યાને લેશે. આ સમગ્ર સેન્સ લેવાની પ્રક્રિયા અમદાવાદ શહેર ખાતે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ નિરીક્ષકો દ્વારા પોતાનો રિપોર્ટ પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે. ત્યારપછી મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. આ જ રીતે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં આ જ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂંક પામેલા નિરીક્ષકો આવતીકાલ તા. 24 અને 25મી જાન્યુઆરીના રોજ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામોની સાથે કયા સ્થળે કેટલો સમય સુધી કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે તેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તે પ્રમાણે 24મીના રોજ સવારે 11થી 1 અને બપોરે 2થી 5 સુધી કાર્યકર્તાઓને સાંભળશે.

આ પણ વાંચો: સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં CBIએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કર્યો

ભાજપે અમદાવાદ શહેરમાં કાર્યકર્તાઓને સાંભળવા માટે એક મહિલા સહિત કુલ ત્રણ નિરીક્ષકો રહેશે. આ નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળવા માટે અમદાવાદ શહેરમાં 12 સ્થળો નક્કી કર્યા છે. જેમાં આર.કે. રોયલ હોલ, થલતેજ, 2) મેઘદીપ સ્કૂલ, જોધપુર, 3) પર્યાવરણ મંદિર, વસ્ત્રાલ, 4) સૈરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, નવરંગપુરા, 5) આશીષભાઇ પટેલની ઓફીસ, ઉસ્માનપુરા 6) જીઆઇડીસી એસોસીએશન હોલ, ઓઢવ 7) કચ્છ કડવા પાટીદારની વાડી, નરોડા 8) ચંદ્રપ્રસાદ દેસાઇ હોલ, બાપુનગર 9) ભરત પાર્ટી પ્લોટ, અમરાઇવાડી, 10) પ્રાણશંકર હોલ, કાંકરિયા 11) વૈભવ હોલ, ઘોડાસર તેમ જ 12 ) સર્વેશ્વર મહાદેવ, રાણીપનો સમાવેશ થાય છે. આ સ્થળોએ સવારે 10થી 1 અને બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન સાંભળવામાં આવશે.

આવતીકાલે તા. 24મીના રોજ ગોતા, ઘાટલોડિયા, વેજલપુર તથા જોધપુર અને વટવા, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, નિકોલ તેમ જ દરિયાપુર, પાલડી, નારણપુરા, નવાવાડજ, ઓઢવ, વિરાટનગર ઉપરાંત નરોડા, સરદારનગર તેમ જ ઠક્કરનગર, ઇન્ડિયા કોલોની, સૈજપુર બોઘા, અમરાઇવાડી, ઇન્દ્રપુરી, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, ઉપરાંત મણિનગર, ઇસનપુર, સાબરમતી, રાણીપ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

આ પણ વાંચો: BJPના દબાણમાં ચૂંટણી પંચે મતગણતરીની અલગ તારીખ જાહેર કરી, કોર્ટમાં પડકારીશું: અમિત ચાવડા

જયારે તા. 25મી જાન્યુઆરીના રોજ બાકીના વોર્ડ જેવા કે ચાંદલોડિયા, ચાંદખેડા, ખોખરા, લાંભા, દાણીલીમડા, ગોમતીપુર, ભાઇપુરા હાટકેશ્વર, અસારવા, શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, સરસપુર તેમ જ શાહપુર, ઓઢવ, વાસણા, નવરંગપુરા, મક્તમપુરા, ઉપરાંત થલતેજ અને બોડકદેવ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9