Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: મંત્રી કુંવરજી બાવળિયા સ્થાનિકોની નારાજગીનો ભોગ બન્યાં

રાજકોટ: મંત્રી કુંવરજી બાવળિયા સ્થાનિકોની નારાજગીનો ભોગ બન્યાં

0
84

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Polls) તારીખો જાહેર થવાની સાથે જ તમામ પાર્ટીઓ હરકતમાં આવી ગઈ છે. મતદારોને રિઝવવા માટે તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં ચૂંટણી પૂર્વે અનેક પ્રોજેક્ટોની જાહેરાતથી કંટાળેલી પ્રજાએ હવે ચૂંટણી ટાણે જવાબ આપવાનું શરૂ કરી દીધુ છે. જેમાં રૂપાણી સરકારમાં (Rupani Cabinet) કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયાને (Kuwarji Bawalia) સ્થાનિકોની નારાજગીનો ભોગ બનાવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા પારડી ગામે પહોંચેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kuwarji Bawalia) સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કુંવરજી બાવળિયા પારડીમાં પાણી યોજનાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પાણીની સમસ્યાથી (Water Crisis) ત્રસ્ત સ્થાનિક મહિલાઓ મંત્રીના મંચ તરફ ધસી ગઈ હતા.

આ પણ વાંચો: આજે બાલા સાહેબ હોત તો સરકારને કાન ખેંચીને સીધા રસ્તે લઈ આવત: સંજય રાઉત

સ્થાનિક મહિલાઓએ મંત્રીને (Kuwarji Bawalia) સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે, ખાત મૂહુર્ત કર્યા બાદ કામ ક્યારે પૂરુ થશે અને અમને ક્યારે પાણી મળશે? મહિલાઓના પ્રશ્નોની મંત્રી પણ મૂંઝાયા હતા અને તેમણે ખાતરી આપી હતી કે, આગામી 6 મહિનામાં કામગીરી પૂરી થઈ જશે. જો કે સ્થાનિકોના રોષને જોતા મંત્રીએ (Kuwarji Bawalia) ચાલતી પકડી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9