ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. 23 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાનું મતદાન થશે જ્યારે તેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.રાજ્યમાં આજથી આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની હતી પણ કોરોના મહામારીને કારણે ચૂંટણી પંચે પોતાના વિશેષાઘિકારનો પ્રયોગ કરતા ચૂંટણીને સ્થગિત કરી દીધી હતી. ચૂંટણી પંચ સંજય પ્રસાદે કહ્યુ કે, હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે એટલે અમે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજા તબક્કામાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાનું 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે.
81 નગર પાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ તથા 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. ચૂંટણી અંતર્ગતનું જાહેરનામું 1 ફેબ્રુઆરીએ બહાર પડાશે. તમામની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે અને આજથી રાજ્યમાં આચરસંહિતાનો કડક અમલ પણ શરૂ થશે.
વિગત | ચૂંટણી કાર્યક્રમ | |
મહાનગરપાલિકા | જિલ્લા/તાલુકા પંચાયત/ નગરપાલિકા | |
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ | 1/2/2021 | 8/2/2021 |
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ | 6/2/2021 | 13-2-2021 |
ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ | 8/2/2021 | 15-2-2021 |
મતદાનની તારીખ | 21-2-2021 (સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી) | 28-2-2021 (સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી) |
પુન: મતદાનની તારીખ (જો જરૂર હોય તો) | 22-2-2021 | 1/3/2021 |
મતગણતરીની તારીખ | 23-2-2021 | 2/3/2021 |
- રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
- મહાનગરપાલિકા/નગરપાલિકા/જિલ્લા/ તાલુકા પંચાયતોની સામાન્ય/ પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો (EVM) દ્વારા કરવામાં આવશે.
- કોવિડ-19 મહામારીના પ્રતિરોધક પગલા લેવા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માર્ગદર્શિકા સાથે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની ચૂંટણી: અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ,સુરત અને વડોદરા
પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકા: જૂનાગઢ
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત
અમદાવાદ: સાણંદ, દેત્રોજ-રામપુરા, દસક્રોઇ, ધંધુકા, ધોળકા, વિરમગામ, બાવળા, માંડલ, ધોલેરા
અમરેલી: કુકાવાવ-વડીયા, ધારી, બગસરા, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, લાઠી, લીલીયા, જાફરાબાદ
ભરૂચ: ભરૂચ, હાંસોટ, જંબુસર, અંકલેશ્વર, વાગરા, વાલીયા, આમોદ, ઝઘડીયા, નેત્રંગ
ભાવનગર: મહુવા, ભાવનગર ગ્રામ્ય, ગારીયાધાર, પાલીતાણા, શિહોર, ઉમરાળા, તળાજા, વલ્લભીપુર, ઘોઘા, જેસર
ગાંધીનગર: કલોલ, માણસા, દહેગામ
જૂનાગઢ: માંગરોળ, જૂનાગઢ, ભેંસાણ, કેશોદ, માળીયા હાટીના, માણાવદર, મેંદરડા, વંથલી, વિસાવદર
કચ્છ: અંજાર, ગાંધીધામ, અબડાસા, ભચાઉ, નખત્રાણા, ભુજ, લખપત, માંડવી, મુંદ્રા, રાપર
ખેડા: માતર, મહુધા, મહેમદાવાદ, નડીઆદ, ખેડા, ઠાસરા, વસો, ગલતેશ્વર
મહેસાણા: ખેરાલુ, મહેસાણા, વિજાપુર, વિસનગર, બેચરાજી, વડનગર, સતલાસણા, ઊંઝા, કડી, જોટાણા
પંચમહાલ: ગોધરા, શહેરા, મોરવા (હડફ), ઘોઘંબા, જાંબુઘોડા, કાલોલ, હાલોલ
રાજકોટ: પડધરી, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધીકા, વીછીયા, ઉપલેટા, રાજકોટ
સાબરકાંઠા: ઇડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, હિંમતનગર, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના