Gujarat Exclusive > ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ 5 વાગ્યે મહત્વપૂર્ણ જાહેરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ 5 વાગ્યે મહત્વપૂર્ણ જાહેરાત

0
140

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સાંજે 5 વાગ્યે મહત્વપૂર્ણ જાહેરાત થશે. ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ પત્રકાર પરિષદ સંબોધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 6 મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. સાથે સાથે 231 તાલુકા પંચાયત અને 80 નગર પાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઇ શકે છે.

6 મનપા, 55 પાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પ્રથમ તબક્કામાં મનપા અને પાલિકાની ચૂંટણીઓ યોજાશે. તો બીજા તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ પણ સતર્ક બન્યુ છે.ચૂંટણીપંચે જિલ્લા કલેકટરો સાથે બેઠક યોજી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરી.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઇ-મતદાર ફોટો ઓળખપત્ર (e-EPIC) સુવિધા શરૂ થશે

ફેબ્રુઆરીના અંતમાં યોજાઇ શકે છે ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) આગામી ફ્રેબુઆરી મહિનામાં યોજાવાની છે. તેના માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય છોટુ વસાવાની પાર્ટી BTP, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9