Gujarat Exclusive > દેશ-વિદેશ > લોનના હપ્તામાં રાહત પર બેન્કોના વ્યાજ અંગેનો નિર્ણય બેથી ત્રણ દિવસમાં

લોનના હપ્તામાં રાહત પર બેન્કોના વ્યાજ અંગેનો નિર્ણય બેથી ત્રણ દિવસમાં

0
170

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોનાના લીધે ઋણના હપ્તા ટાળવાનો અથવા તો લોન હપ્તામાં રાહત
(loan moratorium)પર બેન્કો દ્વારા વ્યાજ વસૂલવાનો નિર્ણય આગામી બેથી ત્રણ દિવસમાં થાય તેવી સંભાવના છે.

સુપ્રીમ કોર્ટે લોન હપ્તાના રાહત પર વ્યાજ (loan moratorium) આપવાના પડકાર પરની અરજીની સુનાવણી કરતા કેન્દ્રને આ અંગેનો નિર્ણય રેકોર્ડ પર લાવવા અને સંલગ્ન પક્ષકારોને સોગંદનામુ ફાઇલ કરવા કહ્યુ હતુ.

કેન્દ્ર લોન મોરેટોરિયમ અંગે ગંભીરતાથી વિચારી રહ્યુ છે

કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે આ મામલામાં ગંભીરતાપૂર્વક વિચારી રહી છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા (loan moratorium)પણ ઘણી આગળ પહોંચી ચૂકી છે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણના અધ્યક્ષપદ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે તે જુદા-જુદા ઉદ્યોગો, વેપાર સંઘો અને વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી પાંચમી ઓક્ટોબરે કરશે. આ બેન્ચમાં ન્યાયામૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયામૂર્તિ એમ આર શાહ સામેલ છે.

આ પણ વાંચોઃ વિશ્વના આ દેશમાં સરકારનો ક્વૉરન્ટાઇન પ્રોગ્રામ જ બન્યો ‘ભયાનક આફત’, 700થી વધુનાં મોત

કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નિવેદન નોંધાવ્યુ હતુ. મહેતાએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર સરકાર સક્રિયતાપૂર્વક વિચાર કરી રહી છે. તેના અંગે બેથી ત્રણ હપ્તામાં નિર્ણય (loan moratorium)થવાની શક્યતા છે. બેન્ચે જણાવ્યું હતું કે મહેતા ગુરુવારે સુધી સંલગ્ન પક્ષોને સોગંદનામુ આપવાનો પ્રયત્ન કરે, જેથી તેની સુનાવણી પાંચમી સપ્ટેમ્બરે થાય. પીઠે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને સોગંદનામાની સાથે રેકોર્ડ પર લેવો જોઈએ.

સરકાર નિર્ણય લીધા પછી જ સોગંદનામુ દાખલ કરશે

મહેતાએ જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દા પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે અને નિર્ણય લીધા પછી જ (loan moratorium)સોગંદનામુ દાખલ કરી શકે છે. તેના પછી બેન્ચે મહેતાને જણાવ્યું હતું કે તે મામલામાં હાજર વકીલોને પહેલી ઓક્ટોબર સુધી ઇ-મેઇલ દ્વારા સોગંદનામુ મોકલી દેશે. તેની સુનાવણી પાંચ ઓક્ટોબર 2020 સુધી થશે. મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેટલાય આર્થિક પાસા પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચોઃ વિશ્વાસ નથી પડતો, ટ્રમ્પની કમાણી 42 કરોડ ડોલર અને ટેક્સ ફક્ત 750 ડોલર

બેન્ચે જણાવ્યું હતું કે અમે સોમવારે આ કેસની સુનાવણી કરીશું. તમારી જે પણ નીતિ છે અને જે પણ તમે ઇચ્છો છો તે બતાવો. અમે આ મામલાની સુનાવણી સોમવારે કરીશું. અમે તેમા કોઈ સ્થગિતતા ઇચ્છતા નથી.

મુખ્ય અરજદાર ગજેન્દ્ર શર્મા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ દત્તાએ જણાવ્યું હતું કે આ એક ગંભીર મામલો છે અને બેન્ક એવી રીતે કામ કરી રહી છે કે જાણે આ સામાન્ય મુદ્દો છે. મહેતાને તેમણે બેથી ત્રણ દિવસ રાહ જોવાનો અનુરોધ કર્યો, જેથી સરકાર અંતિમ નિર્ણય લઈ શકે.