Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > LLB ફાઇનલ- ઇન્ટરમીડિયેટના છાત્રોએ પરિક્ષા આપવી જ પડશેઃ બાર કાઉન્સિલ

LLB ફાઇનલ- ઇન્ટરમીડિયેટના છાત્રોએ પરિક્ષા આપવી જ પડશેઃ બાર કાઉન્સિલ

0
55

BCIએ તમામ લો કોલેજો અને યુનિવર્સિટીઝને પરીક્ષા મોડ્યુલ તૈયાર કરવા આપ્યો આદેશ

નવી દિલ્હીઃ કાયદાનો અભ્યાસ કરનારા ફાઇનલ યર અને ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થીઓને ફરજિયાત પરીક્ષા (LLB final exam) આપવી પડશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ અંગે દેશના તમામ લો કોલેજો યુનિવર્સિટીઓને કેવી રીતે પરીક્ષા લેવી તે નક્કી કરવાનો આદેશ આપી દીધો છે.

દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે બોર્ડ સહિત મોટાભાગની શાળા-કોલેજોની પરીક્ષા રદ કરી દેવાઇ છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ((Bar Council of India)એ ગુરુવારે કહ્યું કે તમામ લો કોલેજો કે યુનિવર્સિટીઓએ ફાઇનલ યરની પરીક્ષા યોજવાનુ ફરજિયાત છે. સાથે યુનિવર્સિટીઓ અને લો શિક્ષણ કેન્દ્ર પરીક્ષાના પ્રકાર નક્કી કરવા સ્વતંત્ર છે.

આ પણ વાંચોઃ બિટકોઇનના રોકાણકારોને મધ્ય અમેરિકી દેશ અલ સલવાડોરની નાગરિકતાની ઓફર

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વ્રારા વિદ્યાર્થીઓની પરીક્ષાના મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવા આવી હતી. તેમજ કાઉન્સિલની ઉચ્ચસ્તરીય સમિતિનો રિપોર્ટ સ્વીકાર કરવાના સંકલ્પ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમિતિના રિપોર્ટ બાદ કાઉન્સિલનો નિર્ણય

BCIએ એલએલબીની પરીક્ષા અને પ્રમોશન મામલે વિદ્યાર્થીઓ અને કોલેજો તરફથી હજારો પત્ર મેળવ્યા બાદ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. જેના વડા અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ ગોવિંદ માથુરને બનાવવામાં આવ્યા હતા.સમિતિએ દરેક યુનિવર્સિટીઝ કે લો શિક્ષણ કેન્દ્ર ઉપલબ્ધતાના આધારે, સંસાધનો અને જે તે વિસ્તારમાં કોરોનાની અસરને ધ્યાનમાં રાખી ઇન્ટરમીડિયેટ અને લો ફાઇનલ યરની પરીક્ષા (LLB final exam)પોતાના હિસાબે લેવા રિપોર્ટ રજૂ કર્યો.

વિદ્યાર્થીઓને અસુવિધાથી બચાવવા માટે નિયમિત અને બેકલોગ પરીક્ષાઓ વચ્ચે પુરતો સમય અને અંતર રાખવા સમિતિએ યુનિવર્સિટીઓને ભલામણ કરી છે. આ સમિતિની પરીક્ષા કે પ્રમોશન મુદ્દે વિસ્તારથી ચર્ચા કર્યા બાદ પોતાનો રિપોર્ટ રજૂ કરવા નિયુક્તિ કરવામાં આવી હતી. જેથી કાઉન્સિલ અંતિમ નિર્ણય લઇ શકે. તેમજ જરૂર જણાય તો દિલ્હી હાઇકોર્ટ કે અન્ય કોર્ટ સમક્ષ પોતાના વિચાર મૂકી શકે.

સમિતિએ 8 જૂને રિપોર્ટ રજૂ કર્યો

8 જૂને સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો. ત્યાર બાદ કાઉન્સિલે સમિતિના રિપોર્ટને સંપૂર્ણપણે સ્વીકારી લેવાનો સંકલ્પ લીધો અને ફરજિયાત પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ સારું લખતા આવડે છે, તો પીએમ યુવા યોજના થકી મહિને 50,000 કમાવવાની તક

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat