અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તાર સતત વધી રહ્યો છે. વૃક્ષોના છેદનને લઇને જંગલમાં રહેતા પ્રાણીઓના અસ્તિત્વનું જોખમ વધી રહ્યું છે ત્યારે શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં લોકોની વચ્ચે રોજિંદા જીવનમાં રહેવા માટે નીલયાગ (રોઝડું) જાણે અનુકૂલિત હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે નીલગાય ખેતર અને જંગલોમાં રહેતા હોય છે પણ આજે અમદાવાદ સ્માર્ટ સિટીમાં જોવા મળી રહ્યા છે જે દરેક વ્યકિત માટે આશ્ચર્યજનક છે. નીલગાય જાણે અમદાવાદ સિટીમાં જ રહેવા માટે ટેવાઇ રહ્યા છે અને આગામી સમયમાં વધારે નીલગાય સિટીમાં જોવા મળી શકે છે. નીલગાય હરણ કુળનું સૌથી મોટું કદ ધરાવતું કદાવર પ્રાણી છે. નર નીલગાય સામાન્ય રીતે ૫૫ ઇંચ ઊંચુ હોય છે તેના શરીરનો રંગ કાળાશ પડતો ભુખરો હોય છે અને શિંગડા શંકુ આકારના હોય છે. નવી પેઢીના લોકોએ શહેરમાં પહેલીવાર નીલગાય જોઇને ઘણા ખુશ થયા હતા.
એસ.જી.હાઈવે પર પણ નીલગાયો બિન્દાસ્ત ડર્યા વગર ફરી રહી છે.
Advertisement
Advertisement
Advertisement