Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરામાં ચાલતુ હતુ લાઇવ સેક્સ કોલ સેન્ટર, બે યુવતી, સેક્સ ટોયઝ જપ્ત

વડોદરામાં ચાલતુ હતુ લાઇવ સેક્સ કોલ સેન્ટર, બે યુવતી, સેક્સ ટોયઝ જપ્ત

0
216

વડોદરા: વડોદરાના અકોટા વિસ્તારમાં વેબસાઇટ પર ઓનલાઇન ચાલતુ લાઇવ સેક્સ કોલ સેન્ટર ઝડપાયુ છે. રેય ડિઝાઇન વર્લ્ડ નામની આર્કિટેક્ટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ આ કોલ સેન્ટર ચાલતુ હતું. વડોદરા પોલીસે રેડ કરી વર્ચુઅલ સેક્સ રેકેટ સાથે બે યુવતીને પણ ઝડપી પાડી હતી અને સાથે સાથે સેક્સ ટોયઝ તેમજ વેબ કેમેરા પણ જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસીડેન્સીના મકાનમાં તથા હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટ પર ચાલતા કોલસેન્ટરને જેપી રોડ પોલીસે ઝડપી પાડ્યુ હતું. પોલીસે લાઇવ કોલ સેન્ટર ચલાવતા એક વ્યક્તિને ઝડપી તેની મદદ કરતી મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી. Live sex call center

આ પણ વાંચો: International Emmy Awards 2020: ડ્રામા કેટેગરીમાં વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ને એવોર્ડ

પોલીસે કોલ સેન્ટરમાંથી બે યુવતી સાથે 11 લેપટોપ,મોબાઇલ, ટીવી રાઉટર તથા સેક્સ ટોયઝ અને વેબ કેમેરા મળી કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. Live sex call center

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9