Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ‘દારૂ પર દંગલ’ વચ્ચે મહેસાણામાંથી 12 લાખના દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ

‘દારૂ પર દંગલ’ વચ્ચે મહેસાણામાંથી 12 લાખના દારૂના જથ્થા સાથે 1ની ધરપકડ

0
1227

હાલ ગુજરાતમાં દારૂબંધી ઉપર રાજકારણ ગરમાયુ છે, ત્યારે મહેસાણામાંથી 12 લાખ રુપિયાનો દારૂનો જથ્થો જપ્ત થતા ચકચાર મચી જવા પામી છે. જણાવી દઈએ કે,
રાજસ્થાનના મુખ્યમંત્રીએ દારૂબંધીને લઈને ટિપ્પણી કરતા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું. આ મામલો ઠંડો પણ નથી પડ્યો, ત્યાં જ મહેસાણાથી વધુ એક દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે,.

મહેસાણા જિલ્લામાં દશેરાના દિવસે ખરાબ મગફળીની આડમાં દારૂનો જથ્થો છૂપાવીને લવાતો દારૂનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 4 લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામડેથી પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રક અને એક્ટિવામાંથી 11 લાખ 70 હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યું હતુ.

મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, વિજયાદશમીએ વિસનગર ગુંજાળા નજીક મોટી સંખ્યામાં વિદેશી દારૂ કટિંગ થવાનું છે. તેથી બાતમીને આધારે વિસનગર તાલુકાના ઉદલપુર જતા રસ્તાની બાજુમાં પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી. રેડ પાડતા 11 લાખ 70 હજાર રૂપિયાનું વિદેશી દારૂ કટિંગ કરતો એક આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે 4 અન્ય આરોપી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. જે આરોપીની અટકાયત કરવામાં આવી છે તેની ઓળખ ઠાકોર દીલિપજી ઠાકોર તરીકે થઈ છે.
હાલ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પર બબાલ: અશોક ગેહલોત અને રુપાણી સામ-સામે