Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Linkedin પર આવ્યું ફેસબુક જેવું નવું ફિચર્સ, આવી રીતે કરો ઉપયોગ

Linkedin પર આવ્યું ફેસબુક જેવું નવું ફિચર્સ, આવી રીતે કરો ઉપયોગ

0
353

નવી દિલ્હી: લિંક્ડઈને ફેસબુકની જેમ નવું ફિચર રજૂ કર્યું છે, જેમાં તમને 4 નવા રિએક્શન પ્રાપ્ત થશે. હવે તમે લિંક્ડઈન પર કોઈ પણ પોસ્ટને માત્ર લાઈક નહી કરી શકો, પરંતુ તમારી પસંદગી પ્રમાણે તે પોસ્ટ પર રિસ્પોન્સ પણ આપી શકશો. લિંક્ડઈનના આ નવા ફિચર્સની મદદથી તમે કોઈ પણ પોસ્ટ પર સેલિબ્રેટ, લવ, ઈનસાઈટફૂલ અને ક્યુરિયસ વાળા રિએક્શન આપી શકો છે. લિંક્ડઈન પર આ ફિચર્શ ગત મહિને જ આવ્યા છે. હવે ધીરે-ધીરે તે લગભગ તમામ યુઝર્સ સુધી પહોંચી ગયા છે.

લગભગ ત્રણ વર્ષ પહેલા ફેસબુક દ્વારા આવું જ ફિચર્સ રજૂ કરવામાં આવ્યું હતું. લિંક્ડઈન પર આ નવું ફિચર્સ દુનિયાભરમાં તેના 60 કરોડ યુઝર્શ માટે રોલઆઉટ થઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે, લિંક્ડઈન ક્યારેય પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલનારા ટ્રેન્ડના પ્રમાણે પોતાની એપ્લિકેશનમાં કોઈ પરિવર્તન નથી કરતી. જો કે આ પરિવર્તનથી સ્પષ્ટ થયું છે કે, કંપની પોતાના પ્લેટફોર્મ પર વધારેમાં વધારે લોકોને જોડવા માંગે છે.

આવી રીતે રિએક્શન બટન કામ કરશે
આ ફિચર્શનો ઉપયોગ કરવા માટે તમારે લિંક્ડઈન પર કોઈ પણ પોસ્ટ પર નજર આવનારા લાઈક બટનને થોડીવાર સુધી હોલ્ડ કરીને રાખવું પડશે. જે બાદ તે વિભિન્ન પ્રકારના રિએક્શન જોવા મળશે. જે બાદ તમે કોઈ પણ રિએક્શન પર ક્લિક કરીને પોસ્ટ પર રિએક્ટ કરી શકો છો. જણાવી દઈએ કે, નવા ફિચર્સ બાદ પર લિંક્ડઈન પર ટ્રેડિશનલ લાઈકનું બટન ઉપલબ્ધ રહેશે.

આ અંગે લિંક્ડઈનની પ્રોડક્ટ મેનેજરે જણાવ્યું કે, તમે નવા ફિચર્સનો ઉપયોગ કોઈ પર ઉપલબ્ધીની ઉજવણી મનાવા માટે કરી શકો છો. આ રિએક્શનનો ઉપયોગ તમે પ્રેમ વ્યક્ત કરવા પણ કરી શકો છો. લિંક્ડઈને ચાર બટન એટ કર્યા છે. લિંક્ડઈનએ નવા બટનમાં કોઈ બદલાવ નથી કર્યો, પરંતુ આ ફિચર્સની મદદછી લિંક્ડઈનના યુઝર્સને કંઈક નવો અનુભવ અવશ્ય થશે.