Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાનના PM ઇમરાન ખાને કહ્યું-‘કદાચ, ચીનની જેમ હું પણ 500 ભ્રષ્ટ લોકોને જેલમાં નાખી શકત’

પાકિસ્તાનના PM ઇમરાન ખાને કહ્યું-‘કદાચ, ચીનની જેમ હું પણ 500 ભ્રષ્ટ લોકોને જેલમાં નાખી શકત’

0
45

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે કહ્યું કે, કદાચ તે ચીનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ રાષ્ટ્રપતિ શી જિંનપિંગના અભિયાન હેઠળ પોતાને ત્યા 500 ભ્રષ્ટ લોકોને જેલમાં મોકલી શકે. ઈમરાન ખાને ચીનમાં ચાઈના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડને સંબોધન કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં રોકાણ કરવા માટે ભ્રષ્ટાચાર એક મોટી સમસ્યા છે અને ચીનના નેતૃત્વથી તેમણે ભ્રષ્ટાચાર પર લગામ રાખી શકે છે.

બે દિવસની રાજકિય સફર પર ચીન ગયેલા ઈમરાન ખાનના હવાલેથી પાકિસ્તાનના ડોન પેપરે લખ્યું છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગના સૌથી મોટા અભિયાનમાં એક અભિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે. રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને કહ્યું કે, તેમણે ચીનમાં શી જિનપિંગના શાસનમાં પાછલા પાંચ વર્ષમાં લગભગ 400 મંત્રી સ્તરે રહેલા લોકોને ભ્રષ્ટાચારના આરોપમાં દોષી ગણી જેલમાં ધકેલી દેવાની વાત સાંભળી છે. ઈમરાન ખાને કહ્યું કે,કદાચ, હું રાષ્ટ્રપતિ શી જિનપિંગની જેમ ઉદાહરણ રજૂ કરી શકત અને પાકિસ્તાનમાં 500 ભ્રષ્ટ લોકોને જેલમાં ધકેલી શકત.

ઈમરાન ખાને ચીનમાં 2012માં શરૂ કરવામાં આવેલા જિનપિંગના વ્યાપક ભ્રષ્ટાચાર નિરોધક આંદોલન કરવાની વાત કહી હતી. જેમાં 13 લાખથી વધુ અધિકારીઓની તપાસ કરવામાં આવી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે દુર્ભાગ્યથી પાકિસ્તાનમાં આ મામલે પ્રતિક્રિયા કરવી ખુબ મુશ્કેલ છે. જોકે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના આરોપીમાં પહેલા વિપક્ષના ઘણા નેતાઓ જેલમાં છે અને પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ પણ ભ્રષ્ટાચાર કેસનો સામનો કરી રહ્યા છે.

PM મોદી માટે આવી રહ્યું છે સ્પેશ્યલ વિમાન, જાણો શું છે તેની ખાસિયત