નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ગુડગાંવના ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ છે, જ્યાં ગઈકાલે અવિરત વરસાદ બાદ ખાનગી અને કોર્પોરેટ ઓફિસોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.
Advertisement
Advertisement
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થવા અને વીજળી પડવાની ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. વરસાદના કારણે ફિરોઝાબાદમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જ્યારે અલીગઢમાં શાળાઓ બંધ કરવી પડી છે.
વરસાદના કારણે રાજ્યના 10 જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ‘યલો એલર્ટ’ જારી કર્યું છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરી છે. વરસાદના કારણે કેબ અને ઓટોરિક્ષાના ભાડામાં પણ ઘણો વધારો થયો છે.
ઇટાવામાં દીવાલ પડતા એક જ પરિવારના ચાર બાળકોના મોત
ઇટાવાના જિલ્લા અધિકારી અવનીશ કુમાર રાયે જણાવ્યુ કે ચંદ્રપુરા ગામમાં ભારે વરસાદને કારણે એક મકાનની દીવાલ પડતા તેમાં દબાઇને એક જ પરિવારના ચાર ભાઇ બહેનના મોત થયા હતા.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ જિલ્લામાં બુધવાર સવારથી જ વરસાદ
ભારતીય હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લામાં બુધવાર સવારથી જ વરસાદ ચાલુ છે. ઇટાવામાં છેલ્લા 24 કલાકમાં 140 મિમી વરસાદ નોંધાયો છે. આ રીતે ફિરોઝાબાદ, બલરામપુર, અલીગઢ અને આગ્રામાં પણ વરસાદની સૂચના છે. આ દરમિયાન વરસાદને કારણે ઇટાવામાં દીવાલ પડતા ત્રણ અને ફિરોઝબપુરમાં બે ઘટના બની છે. કેટલીક જગ્યાએ વિજળી પડવાની ઘટના પણ સામે આવી છે.
Advertisement