ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અદાણી ગ્રુપમાં સતત રોકાણ વધારી રહી છે. સપ્ટેમ્બર 2020થી માત્ર આઠ ક્વાર્ટર્સમાં LICએ સાત લિસ્ટેડ અદાણી જૂથની કંપનીઓમાંથી ચારમાં ઝડપથી તેનો હિસ્સો વધાર્યો છે.
Advertisement
Advertisement
અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો 3.9 ટકા
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર અદાણી જૂથની કંપનીઓએ સ્ટોક એક્સચેન્જમાં કરેલી ફાઇલિંગ દર્શાવે છે કે સાત કંપનીઓમાં LICના હિસ્સાનું કુલ મૂલ્ય તારીખ મુજબ રૂ. 74,142 કરોડ રૂપિયા હતું. આ અદાણી ગ્રુપના રૂ. 18.98 લાખ કરોડના કુલ બજાર મૂલ્યના 3.9 ટકા છે.
સપ્ટેમ્બર 2020માં ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝમાં LICનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો પરંતુ હવે આ હિસ્સો વધીને 4.02 ટકા થઈ ગયો છે. સપ્ટેમ્બર 2020માં અદાણી ટોટલ ગેસમાં LICનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો, જે હવે વધીને 5.77 ટકા થઈ ગયો છે.
સપ્ટેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2022ની વચ્ચે અદાણી ટ્રાન્સમિશનમાં LICનો હિસ્સો 2.42 ટકાથી વધીને 3.46 ટકા થયો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં સપ્ટેમ્બર 2020માં તે 1 ટકાથી ઓછો હતો, જે હવે વધીને 1.15 ટકા થયો છે. અદાણી પોર્ટ્સમાં LIC 9.61 ટકા હિસ્સો ધરાવે છે. બીજી બે કંપનીઓ અદાણી પાવર અને અદાણી વિલ્મર છે, જેમાં LICનો હિસ્સો 1 ટકાથી ઓછો છે.
અદાણી ગ્રૂપમાં એલઆઈસીનો હિસ્સો 10 ગણો વધ્યો
છેલ્લા 2 વર્ષમાં અદાણી ગ્રુપમાં LICનો હિસ્સો લગભગ 10 ગણો વધ્યો છે. સપ્ટેમ્બર 2020માં અદાણી ગ્રૂપમાં LICનો હિસ્સો રૂ. 7,304 કરોડ હતો, જે સપ્ટેમ્બર 2022માં વધીને રૂ. 74,142 કરોડ થયો છે. આ અદાણી ગ્રુપના કુલ બજાર મૂલ્યના 7.8 ટકા છે. જણાવી દઈએ કે અદાણી ગ્રુપે NDTVને પણ હસ્તગત કરી લીધું છે.
જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં એલઆઈસીએ અદાણી ગ્રુપની કંપનીઓના શેર ખરીદ્યા છે, જેના કારણે ગ્રુપની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. 30 સપ્ટેમ્બર 2020ના રોજ અદાણી જૂથનું માર્કેટ કેપ આશરે રૂ. 2.78 લાખ કરોડ હતું, જે હવે સાત ગણું વધીને રૂ. 18.98 લાખ કરોડ થયું છે.
અદાણી જૂથની કંપનીઓમાં LICનું રોકાણ તેના તમામ ઇક્વિટી મ્યુચ્યુઅલ રોકાણોના હોલ્ડિંગ કરતાં પાંચ ગણું વધારે છે. 31 ઓક્ટોબર 2022 સુધીમાં અદાણી જૂથમાં માત્ર રૂ. 15,701 કરોડ (લગભગ 1 ટકા) ઇક્વિટી ફંડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
Advertisement