Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > LIC કર્મીઓને જલસા જ જલસાઃ 25% પગાર વધારો, સપ્તાહમાં 5 દિવસ કામ

LIC કર્મીઓને જલસા જ જલસાઃ 25% પગાર વધારો, સપ્તાહમાં 5 દિવસ કામ

0
160

જીવન વીમા નિગમના પગારવધારાનો અમલ ઓગસ્ટ 2017થી અમલમાં ગણાશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઇન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ(LIC)ના કર્મચારીઓને જલસા જ જલસા થશે. તેમના પગારમાં 25 ટકા વધારો (LIC Salary Hike)થઇ રહ્યો છે અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે એલઆઇસી કર્મચારીઓ માટે સુધારેલ વેતન પેકેજને ગત ગુરુવારે જ મંજૂરી આપી દીધી. જેનાથી જીવન વીમા નિગમના કર્મીઓની સેલેરીમાં ધરખમ વધારો થઇ જશે. તેનાથી એલઆઇસીના આશરે 1.14 લાખ કર્મીઓને લાભ થશે.

LIC કર્મચારીઓ માટે સુધારેલ વેતન પેકેજને મંજૂરી

સરકારે એલઆઇસી કર્મચારીઓ માટે સુધારેલ વેતન પેકેજને મંજૂરી આપતા. તેનો અમલ ઓગસ્ટ 2017થી થશે. આ અંગે અખિલ ભારતીય વીમા કર્મચારી સંઘના મહામંત્રી શ્રીકાંત મિશ્રાએ જણાવ્યું કે નિગમના કર્મચારીઓના વેતનમાં માસિક 25 ટકાનો વધારો (LIC Salary Hike) થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ સતત બીજા સોમવારે શેરબજારમાં આવ્યો ભૂકંપઃ સેન્સેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો

40 ટકા વધારાની માંગ હતી 25 ટકા પર સંમત્તિ

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર એલઆઇસીનો આઇપીઓ પણ લાવવાની તૈયારી કરી રહી છે. જેનો કર્મચારી યુનિયન વિરોધ કરી રહ્યા છે. વેતન વધારાને લીધે LICને વર્ષે 2700 કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ પડી શકે છે. નોંધનીય છે કે વીમા કર્મચારી સંઘ 40 ટકા પગારવધારાની માગ કરી રહ્યું હતું અને 25 ટકા વધારા પર સંમત્તિ સધાઇ હતી. હવે તમામ કેડરના કર્મચારીઓના પગારમાં 1500થી 13500 રુપિયા સુધીનું એક વધારાનું ભથ્થુ ઉમેરાશે જેના આધારે મોંઘવારી ભથ્થુ નકકી થશે.

ઉપરાંત અત્યારે બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્કસ એસોસિએશન વચ્ચે સપ્તાહમાં 5 દિવસ કામ માટે સમજૂતિ થઇ છે. જે હવે એલઆઇસીમાં પણ લાગુ થશે.

એલઆઇસીની યોજના શું

સરકાર આ વર્ષના અંત સુધી એલઆઇસીનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં નિગમ પોતાના ગ્રાહકો માટે અલગ ક્વોટો નક્કી કરશે. ઇશ્યુની સાઇઝના 10 ટકા પોલિસી ધારકો માટે રિઝર્વ રહેશે. રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં કહ્યું હતું કે એલઆઇસીમાં સરકારનો અંકુશ ચાલુ રહેશે. એટલે કે કંપની પર સરકારનો જ માલિકી હક રહેશે. LIC Salary Hike

આ પણ વાંચોઃ કોવિડ-19ની બીજી લહેરથી બેકારીમાં વધારો, રાષ્ટ્રીય બેરોજગારી દર 8.58% થયો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat