Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > LIC IPO: તમારે દેશના સૌથી મોટા IPOમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?

LIC IPO: તમારે દેશના સૌથી મોટા IPOમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?

0
3

કોવિડ-19 (Covid-19) મહામારીના પ્રકોપથી ખાલી થઈ ચૂકેલ સાર્વજનિક ખજાનાને ફરીથી ભરવા માટે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ લિસ્ટિંગમાંથી એક પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા સંચાલિત લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ 13 ફેબ્રુઆરીના રોજ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI (SEBI)ને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સબમિટ કર્યો હતો. LICમાં સરકારનો 100% હિસ્સો છે. જ્યારે સેબીમાં કરવામાં આવેલી ફાઇલિંગ અનુસાર, સરકાર કંપની (LIC)ના 31.62 કરોડ ઇક્વિટી શેર અથવા IPOમાં 5 ટકા હિસ્સો ઓફર કરી રહી છે.

ગયા વર્ષે લૉન્ચ થયેલા IPOને રિટેલ રોકાણકારો તરફથી સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે, પરંતુ LIC IPO લિસ્ટિંગને લઈને વાતાવરણ કેવું બની રહ્યું છે?

પરંતુ પહેલા જાણો કે સરકાર LIC IPO થી કેવી રીતે મદદ મેળવશે?

COVID-19ના પ્રકોપના પરિણામસ્વરૂપે ભારતીય અર્થવ્યવસ્થાને એક મોટો ઝાટકો લાગ્યો છે. એવામાં એલઆઈસીનો આઈપીઓ સરકારને સ્પષ્ટ લાભ અપાવશે.

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સિક્યોરિટઝ માર્કેટ્સ (NISM)માં સહાયક પ્રોફેસર અને લેખિકા મોનિકા હલને ક્વિન્ટને જણાવ્યું હતુ કે સરકારને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને કોવિડ મહામારીના કારણે વધેલા અન્ય ખર્ચાઓ માટે વિનેવેશ (disinvestment)ના આવકની આવશ્યકતા છે.

મોનિકા હાલન, મદદનીશ પ્રોફેસર, NISM અનુસાર- “ભારતીય શેરબજારને વિસ્તરણ અને ઊંડાણ પ્રદાન કરવા માટે આ IPOની જરૂરત છે. ભારતની સમસ્યા એ છે કે અહીં મોટી કંપનીઓ ઘણી ઓછી છે અને પરિણામે સ્થાનિક અને વિદેશી રોકાણના પ્રવાહને ખેંચવા માટે ઘણા ઓછા સ્ટોક્સ છે.”

તેથી આ સંપૂર્ણ રીતે વેચાણની ઓફર હોવાથી તમામ આવક સીધી સરકારને જશે, જેણે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં રૂ. 78,000 કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ આ વેચાણના પ્રમોટર છે, જે ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા કાર્ય કરે છે.

જોકે ઓફરની કિંમત જાહેર કરવામાં આવી નથી, વિશ્લેષકોનું અંદાજ છે કે તેનું સંભવિત મૂલ્ય આશરે રૂ. 10-15 લાખ કરોડ છે.

ચર્ચા શું છે: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

1956માં પોતાની સ્થાપના પછીથી જ LIC મધ્યમવર્ગના પરિવારો વચ્ચે એક ઘરેલૂ નામ બની ગયું છે. અપેક્ષા અનુસાર આઈપીઓની ચર્ચા ખુબ જ વધારે છે. પરંતુ વરિષ્ઠ પત્રકાર માધવન નારાયણને ચેતવતા કહ્યું કે- “માર્કેટની ચહેલ-પહેલ સાથે નીતિની ચર્ચાને ભ્રમિત ના કરે.”

1990ના દશકાના અંત સુધી, જ્યારે આ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલી દેવામાં આવ્યો હતો, ત્યારે પણ માર્કેટ પર આ દિગ્ગજ કંપનીનો પૂરેપૂરો દબદબો હતો. જોકે, 2020માં આની ભાગીદારી ઘટીને 64.1 ટકા થઈ ગઈ, તે છતાં પણ તે દેશની સૌથી મોટી જીવન વિમા કંપની છે, જેની પાસે માર્કેટની બે-તૃતિયાંશ ભાગીદારી છે.

હાલન કહે છે કે “એલઆઈસીનો આઈપીઓ ઘણી રીતે યોગ્ય છે. ભારતમાં જીવન વીમાનો પર્યાય બની ગયેલી કંપની પાસે તેના શેર સાથે તેજીના બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે અને પોલિસીધારકો માટે ડિસ્કાઉન્ટ પણ છે.”

ફાઇલિંગ મુજબ પોલિસીધારકો અને કર્મચારીઓને ચોક્કસ છૂટ મળશે. આ ઉપરાંત LICના 10 ટકા શેર પોલિસીધારકો માટે અને 5 ટકા કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે.

પરંતુ તમારે તેમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ? આ પ્રશ્નનો કોઈ સરળ જવાબ નથી. તેમણે કહ્યું કે “રિટેલ રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરબજાર તરફ જવું વધુ સારું રહેશે. જ્યારે IPOને લોટરીના રૂપમાં જોવું ખોટું ગણાશે.”

નીરજ શાહ કહે છે કે “તે એક મોટો મુદ્દો છે અને મોટાભાગના ઘરો તેના ગ્રાહકો છે. પરંતુ તેની રોકાણની સંભાવના હજુ પણ અનિશ્ચિત છે. આમાં અનેક ગોઠવણો કરવાની જરૂરત છે અને તે નક્કી કરવાથી પહેલા કે આ નિવેશ યોગ્ય છે કે નહીં તેનું વિશ્લેષણ કરવામાં સમય લાગશે.”

નારાયણને એ પણ ઉલ્લેખ કર્યો કે બજારનો મૂડ અને સમય રોકાણની યોગ્યતા નક્કી કરશે.

માધવન નારાયણન, વરિષ્ઠ પત્રકાર અનુસાર- “તે કંપની નથી, પરંતુ તે બજારનું મૂડ, બજારની ભૂખ, સમય અને મૂલ્યાંકનનું સંયોજન છે જે મહત્વપૂર્ણ છે. તેવામાં મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, ખાસ કરીને જ્યારે તે વીમા કંપની હોય. પરિણામે જ્યાં સુધી આપણે મૂલ્ય નિર્ધારણ જોતા નથી, અમે કોઈ નિર્ણય લઈ શકતા નથી.

LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મીડિયા રિપોર્ટ્સમાં LICના બજાર મૂલ્યાંકનનો અંદાજ એમ્બેડેડ મૂલ્ય કરતાં ચાર ગણો છે, જે LICને દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની બનાવી દેશે.

LIC પોલિસીધારકો માટે આનો અર્થ શું છે?

LIC પાસે લગભગ 30 કરોડ પોલિસીધારકો છે. કંપની એક જાહેરાત ચલાવી રહી છે જેમાં તે તેના પોલિસીધારકોને તેમના PAN ને પોલિસી સાથે લિંક કરવા માટે કહી રહી છે. આ સાથે તે ડિસ્કાઉન્ટેડ ભાવે શેર ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલવા વિશે પણ કહી રહી છે.

જોકે, નિષ્ણાતો કહે છે કે LIC પોલિસીધારકોને ટૂંકા ગાળામાં કોઈ મોટી અસર જોવા મળશે નહીં.

આ અંગે મોનિકા હાલનનો મત એવો હતો કે “લાંબા ગાળે મૂડી બજારના નિયમનકારોનું મોનિટરિંગમાં વધારો પોલિસીધારકો માટે ફાયદાકારક છે. ઉત્પાદન માળખું, કમિશન, ડિસ્ક્લોઝર અને યોગ્યતાના પગલાંમાં વિશ્વની શ્રેષ્ઠ પદ્ધતિઓનું પાલન કરવાની જવાબદારી IRDAIની હોવી જોઈએ.”

નારાયણનના જણાવ્યા અનુસાર, લિસ્ટિંગે એવી ચર્ચાને વેગ આપ્યો છે કે શું પોલિસીધારકોને શોર્ટ ચેન્જ કરવાનો જોખમ છે.

નારાયણન કહે છે કે “સરપ્લસનું વિતરણ કરવું પડશે અને ઐતિહાસિક રીતે આ પોલિસીધારકોને આપવામાં આવ્યું છે, પરંતુ હવે તે રોકાણકારોને પણ આપવામાં આવશે. પરિણામે, પોલિસીધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ તે અંગે ચર્ચા છે. એક વિકલ્પ પોલિસીધારકોને શેરધારકોમાં રૂપાંતરિત કરવાનો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat