ગુજરાત હાઈકોર્ટે LICના કર્મચારીઓને ઇલેક્શન ડ્યૂટી માટે બોલાવવાના પ્રસ્તાવને ગેરવ્યાજબી ગણાવ્યો LIC Employee Election Duty
અમદાવાદ: રાજ્યના LIC કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવવાના ગુજરાત ચૂંટણી પંચના આદેશ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે. ગુજરાત હાઈકોર્ટે LICના 6 શહેરોના કુલ સ્ટાફના 20 ટકા કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવવાના પ્રસ્તાવને ગેરવ્યાજબી ગણાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ કેસને એડમિટ કરી વધુ સુનાવણી એપ્રિલ મહિનામાં નિયત કરી છે. LIC કર્મચારીઓને પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 21, 22 અને 23મી ફેબ્રુઆરીના રોજ ઇલેક્શન ડ્યુટી માટે બોલવામાં આવ્યા છે, જ્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં ઇલેક્શન ડ્યુટી માટે 28મી ફેબ્રુઆરી, 1 અને 2 માર્ચના રોજ બોલવામાં આવ્યા છે. LIC Employee Election Duty
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં રજુઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની ઇલેક્શન ડ્યુટી તરીકેની સેવા જો ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો સ્ટાફની અછત ઉભી થશે અને કોરોના મહામારી-વેકસીનેશન ડ્રાઈવ વચ્ચે સારી રીતે ચૂંટણી યોજવી મુશ્કેલ બનશે. LIC Employee Election Duty
કોરોના મહામારીના સમય ચૂંટણી થઈ રહી છે અને તેના માટે ચૂંટણી પંચને વધુ કર્મચારીઓની જરૂર છે, જેથી કરીને કેન્દ્ર સરકારના બેન્ક, LIC સહિતના કર્મચારીઓના ઇલેક્શન ડ્યુટી માટે બોલવવામાં આવ્યા છે. હાલ કોરોના વેકસીનેશન ડ્રાઈવ પણ ચાલી રહી છે તેમાં પણ રાજ્ય સરકારના કર્મચારીઓ જોડાયેલા છે. LIC Employee Election Duty
અરજદારના એડવોકેટે જણાવ્યું હતું કે LICના કર્મચારીઓ સ્ટેચ્યુટરી કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે અને રાજ્યનો ચૂંટણી પંચ તેમને રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇલેક્શન ડ્યુટી માટે બોલાવી શકે નહિ. LIC Employee Election Duty
LIC કર્મચારીઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇલેક્શન ડ્યુટી બોલાવવાની સત્તા રાજ્યના ચૂંટણી પંચ પાસે નથી. LICના કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારી નથી પરંતુ સ્ટેચ્યુટરી કોર્પોરેશનના તાબા હેઠળ આવે છે. LIC Employee Election Duty
આ પણ વાંચો: પોન્ઝી સ્કેમસ્ટર ઝહીર રાણાએ કોર્ટમાં જામીન અરજી કરી
રાજ્યના ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 62,407 પોલિંગ બુથ છે. આ ચૂંટણીમાં 4.10 કરોડ લોકો મતદાન કરી શકે છે અને માટે ચૂંટણીનું આયોજન માટે તેમને 2.85 લાખ જેટલા કર્મચારીઓની જરૂર પડશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં થશે. 21મી ફેબ્રુઆરીના રોજ પહેલા તબકકામાં અમદાવાદ મહાનગર પાલિકા સહિત 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન થશે, જેનું પરિણામ 23મી ફેબ્રુઆરીના રોજ થશે.
જ્યારે બીજા તબકકામાં 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ માટે મતદાન થશે, જેનું પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.