Gujarat Exclusive > ગુજરાત > ભાજપ કાર્યાલયમાં 3 વાગ્યે વિધાયક દળની બેઠક, રૂપાણી- મનસુખ માંડવિયા પહોચ્યા

ભાજપ કાર્યાલયમાં 3 વાગ્યે વિધાયક દળની બેઠક, રૂપાણી- મનસુખ માંડવિયા પહોચ્યા

0
76

ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્યમંત્રી માટે ભાજપની 3 વાગ્યે વિધાયક દળની બેઠક મળશે. ગુજરાતનો નવો મુખ્યમંત્રી કોણ બનશે તે આ બેઠકમાં નામ નક્કી થશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સીઆર પાટિલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કમલમ પહોચી ગયા છે.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર પણ સુપરવાઇઝર તરીકે કાર્યાલય પહોચી ગયા છે. બન્ને નેતાઓ અને પ્રદેશના નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે.

ભાજપ હાઇકમાન્ડ નક્કી કરશે મુખ્યમંત્રી- નીતિન પટેલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાજપ કાર્યાલય પહોચ્યા છે. નીતિન પટેલે મુખ્યમંત્રી બનવાના સવાલ પર કહ્યુ કે મીડિયામાં અફવા છે કે મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે પરંતુ મીડિયા મારા અનુભવના આધાર પર મારૂ નામ ચલાવી રહ્યુ છે. ભાજપ હાઇકમાન્ડ નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ બનશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat