Gujarat Exclusive > દેશ-વિદેશ > પંજાબના ખેડૂતોએ નિતિન પટેલને મોકલી લીગલ નોટિસ

પંજાબના ખેડૂતોએ નિતિન પટેલને મોકલી લીગલ નોટિસ

0
429
  • ખેડૂતોના અપમાન બદલ નિતિન પટેલને લીગલ નોટિસ Nitin Patel

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાને લઇ ખેડૂતો 38 દિવસથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શન કરતા ખેડૂતો વિશે મોદી સરકારના મંત્રીઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને લઇને હવે ખેડૂતોએ ત્રણ નેતાઓને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં નેતાઓને માફી માંગવાનો દાવો કરવામાં આવ્યો છે અને જો માફી માંગવામાં નહી આવે તો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.

ખેડૂતોએ ભાજપના નેતાઓને તેમની અપમાનજનક ટિપ્પણીઓ માટે લીગલ નોટિસ મોકલવામાં આવી છે. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવનું નામ સામેલ છે. આમ આદમી પાર્ટી ખેડૂતોને કાયદાકીય સહાયતા અને સલાહ ઉપલબ્ધ કરાવી રહી છે. આ જાણકારી આપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢાએ પત્રકાર પરિષદ કરીને આપી હતી.

રમણીક સિંહ રંધાવાએ નિતિન પટેલને મોકલી નોટિસ  Nitin Patel

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે 17 ડિસેમ્બરે કહ્યુ હતું કે, “ખેડૂતોના નામ પર આ આંદોલનમાં દેશ-વિરોધી, આતંકવાદી, ખાલિસ્તાની, કોમ્યુનિસ્ટ અને ચીન સમર્થક લોકો સામેલ થઇ ગયા છે. અમે જોઇ શકીએ છીએ કે ત્યા પિત્ઝા અને પકોડા ખાવામાં આવી રહ્યા છે અને આ બધુ ત્યા મફત મળી રહ્યુ છે. દેશ વિરોધી તાકાતો તેમણે પ્રદર્શન કરવા માટે લાખો રૂપિયા આપી રહી છે.” નિતિન પટેલના આ નિવેદનથી નારાજ થયેલા જાલંધરના ખેડૂત રમણીક સિંહ રંધાવાએ તેમણે લીગલ નોટિસ મોકલી શરત વગર ખેડૂતોની માફી માંગવા અને ખેડૂતો વિરૂદ્ધ બોલેલા અપમાનજનક શબ્દો પરત લેવાની માંગ કરી છે. રમણીક સિંહ રંધાવા, પંજાબના જાલંધરના ખેડૂત છે અને પોતાના પિતા સાથે આશરે 22 એકર જમીન પર ખેતી કરે છે. રમણીક સિંહ કડકડતી ઠંડમાં 27 નવેમ્બરથી સિંધુ બોર્ડર પર પોતાના હકની લડાઇ લડી રહ્યા છે. Nitin Patel

ખેડૂતોએ ગિરિરાજ સિંહ-રામ માધવને પણ મોકલી નોટિસ

ભાજપના ફાયર બ્રાંડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને 12 ડિસેમ્બરે ખેડૂત આંદોલન પર કરેલી ટિપ્પણી માટે લીગલ નોટિસ મોકલવામાં આવી છે. ગિરિરાજ સિંહે કહ્યુ હતું, “ખેડૂત આંદોલનને ભટકાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. આંદોલનમાં ખેડૂતોના હિતની વાત નથી થઇ રહી. ખેડૂત આંદોલનમાં વિદેશી તાકાતો ઘુસી રહી છે. ખાલિસ્તાન અને શરજીલ ઇમામના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે.” Nitin Patel

આ પણ વાંચો: ખેડૂત આંદોલન: ગાજીપુર બોર્ડરના ધરણાસ્થળે ખેડૂતે લગાવી ફાંસી

રામ માધવને 30 નવેમ્બર 2020માં છપાયેલા એક આર્ટિકલમાં સવાલ ઉઠાવ્યા હતા. રામ માધવે કહ્યુ, “કેટલાક ખેડૂતોના દિલ્હી તરફ માર્ચ પાછળ ખાલિસ્તાન તો કારણ નથી? આ નિવેદનથી નારાજ થઇને સંગરૂરના ખેડૂત સુખવિંદર સિંહ સિદ્ધૂએ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવને લીગલ નોટિસ મોકલી હતી અને શરત વગર ખેડૂતોની માફી માંગવા અને ખેડૂતો વિરૂદ્ધ બોલવામાં આવેલા પોતાના અપમાનજનક શબ્દો પરત લેવાની માંગ કરી છે.” Nitin Patel

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9