દાહોદ: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે મંદ પડી રહી છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, એવામાં વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયું હતું. આથી હવે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વૅક્સિનને લઈને લોકોમાં વિવિધ પ્રકારની ગેરસમજો, અફવા અને અંધ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. જેને દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો: ચા વાળાએ PM મોદીને દાઢી કરાવવા માટે ₹ 100નો મનીઑર્ડર મોકલ્યો, સાથે પત્રમાં લખી પોતાની માંગ
ગુજરાતના દાહોદ જિલ્લાની વાત કરીએ તો, અહીં આદિવાસીઓની બહુમતી છે અને અહીંના લોકોમાં કોરોનાને લઈને અનેક ગેરસમજ છે. અહીંના લોકો વૅક્સિન લેવા માટે જલ્દી તૈયાર નથી થઈ રહ્યાં. આથી અહીંના લોકોને વૅક્સિન માટે જાગૃત કરવા માટે રમૂજી પોસ્ટરની મદદ લેવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક દુકાનોમાં આવતા ગ્રાહકોને પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવે છે.
Funny but meaningful leaflet is being distributed to the visiting customer in a local shop of Dahod. @InfoGujarat @CollectorDahod pic.twitter.com/5HQCZkMQ40
— Info Dahod GoG (@DahodMahiti) June 10, 2021
દાહોદના વિવિધ વિસ્તારોમાં વૅક્સિન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રમૂજી પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફિલ્મી ડાયલોગને વૅક્સિનેશન સાથે સાંકળીને લોકોને વૅક્સિન લેવા માટે જાગૃત કરવામાં આવે છે. જે અંતર્ગ શહેનશાહ ફિલ્મના લોકપ્રિય ડાયલોગ “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ વૅક્સિન” ઉપરાંત મિસ્ટર ઈન્ડિયાના ફેમસ ડાયલોગ “વૅક્સિન લે કે મુગેમ્બો ખુશ હુઆ” જેવા પોસ્ટરો થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.