Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓએ ભાંગરો વાટયો, અમિત ચાવડાને ગણાવ્યા મહાનસપૂત

કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓએ ભાંગરો વાટયો, અમિત ચાવડાને ગણાવ્યા મહાનસપૂત

0
721

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પેહલા કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર 8 ધારાસભ્યો માંથી 5 પૂર્વ ધારાસભ્યોએ આજે વિધિવત રીતે કેસરિયો ધારણ કરી લીધો છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘણી, પ્રવક્તા ભરતભાઈ પંડ્યા સહિત અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીનાં પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કરજણનાં પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયાએ ભાજપની કમલમ ખાતેની ઓફિસે ભગવો ધારણ કર્યો છે.

પણ ભગવો ધારણ કરતી વેળાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ જાહેરમંચ પરથી જ ભાંગરો વાટયો હતો.દરમિયાન ત્યાં હાજર ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા હતા.કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલે નરેન્દ્ર મોદી અને અમિત ચાવડાને ગુજરાતના મહાન સપૂત ગણાવ્યા હતા, તેઓ અમિત શાહની જગ્યાએ અમિત ચાવડાનું નામ બોલી જતા ત્યાં હાજર ભાજપ નેતાઓએ એમની ભૂલ સુધારી હતી.તો બીજી બાજુ ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે હું ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો છું.તો એમની ભૂલ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘણીએ સુધારી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસનાં પૂર્વ 5 ધારાસભ્યોનાં કેસરિયા, કમલમ ખાતે ઉત્સવનો માહોલ

આ બન્નેવ નેતાઓના જાહેરમાં નિવેદનથી ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા હતા.જો કે હજુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લીંબડીનાં સોમા ગાંડા પટેલ,ગઢડાનાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂ,ડાંગનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપમાં જોડાવા અંગે શુ નિર્ણય લીધો છે એ જાણવા મળ્યું નથી.

ભાજપ પ્રવેશોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક માટે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે અને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન મુજબ જાહેર મેળાવડા બંધ કરવામાં આવ્યા છે.ત્યારે ભાજપ કાર્યાલય કામલમ ખાતે કોંગ્રેસનાં ધારાસભ્યો માટે પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો હતો.જેમાં કમલમની બહાર દરેકનું તાપમાન ચેક કરવામાં આવી રહ્યું હતું જેમાં સોશ્યિલ ડિસ્ટનસના લીરે લિરા ઉડતાં દેખાયા હતા.

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કૉંગ્રેસના ધારાસભ્યોના ભાજપ પ્રવેશ કાર્યક્રમ દરમીયાન કોરોના ભુલાયો હોય તેમ લાગી રહ્યું હતું અને સોશ્યિલ ડિસ્ટનસની એસીકી- તૈસી થઈ હતી.જ્યારે સામાન્ય માણસ દ્વારા આવી રીતે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં ન આવે ત્યારે તેની પાસેથી દંડ વસુલવામાં આવે છે તો હવે શું આ નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં ઘરે EDનાં ધામા, સાંડેસરા ગોટાળા મામલે પૂછપરછ