Gujarat Exclusive > યુથ > મનોરંજન > નેતાની જાહેરાત: જય ભીમના એક્ટર પર એટેક કરનારને આપશે એક લાખનું ઈનામ

નેતાની જાહેરાત: જય ભીમના એક્ટર પર એટેક કરનારને આપશે એક લાખનું ઈનામ

0
75

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી તામિલ ફિલ્મ ‘જય ભીમ’ના એકટર સૂર્યા પર હુમલો કરનારને એક લાખ રુપિયાનું ઈનામ આપવાની જાહેરાત થઈ છે.

આ જાહેરાત તામિલનાડુના રાજકીય પક્ષ પટ્ટાલી મકક્લ કાટચીના એક હોદ્દેદાર દ્વારા કરવામાં આવી છે. ઉશ્કેરણીજનક જાહેરાત પછી એકટરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ આ જાહેરાત કરનારા નેતા સીતામલ્લી પલાનીસામી સામે પોલીસે કેસ નોંધાવવામાં આવ્યો છે.

એક તરફ તામિલનાડુમાં આ ફિલ્મના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ વિવાદ પણ ઉભો થયો છે. ખાસ કરીને વન્નિયાર સમુદાયને જે રીતે ફિલ્મમાં દર્શાવાયો છે તેનાથી આ સમુદાયમાં નારાજગી વધી છે.

વિરોધી પાર્ટીઓએ સૂર્યા પર હુમલો કરવાની જાહેરાતની ટીકા કરતાં કહ્યુ છે કે, પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટી જ્યારે પણ પોતાનો રાજકીય આધાર ગુમાવે છે ત્યારે વિવાદ સર્જીને ધ્યાન ખેંચવાની કોશિશ કરે છે. તેઓ સૂર્યાને ડરાવી શકશે નહીં. આ પ્રકારની જાહેરાત લોકશાહી પર ખતરો છે.

બીજી તરફ પટ્ટાલી મકક્લ કાટચી પાર્ટીના નેતા સીતામલ્લી પલાનીસામીનુ કહેવુ છે કે, મારા નિવેદનનો અર્થ ફિલ્મમાં વન્નિયાર સમુદાયને જે રીતે દર્શાવાયો છે તેની સામે વિરોધ દર્શાવવાનો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat