Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > નેતાઓ પોતાની જવાબદારીઓની પણ જાહેરાત કરે છે

નેતાઓ પોતાની જવાબદારીઓની પણ જાહેરાત કરે છે

0
54

અમદાવાદમાં એક કરોડ રૂપિયાનું ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યું, ફલાણા બીજેપી નેતાએ આટલા રૂપિયાની ગ્રાન્ડ ફાળવી… હોસ્પિટલનું લોકાર્પણ કર્યું, ફલાણી-ઢિકણ હોસ્પિટલને ઓક્સિજન પુરૂ પડાયું.. સ્મશાનમાં લાકડાઓનો પૂરતો જથ્થો મોકલી દેવામાં આવ્યો, મૃતદેહ સ્મશાન સુધી લાવવા ગાડીઓની સગવડ કરવામાં આવી, રૂપાણીએ રિલાયન્સ ફાઉન્ડેશને તૈયાર કરાયેલી 400 ઓક્સિજન બેડવાળી હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કર્યુ, વગેરે જેવી નાની-નાની બાબતોની જાહેરાત માત્રને માત્ર બીજેપીવાળા જ કરી શકે છે.

જે પોતાની જવાબદારીમાં આવે છે, તેવા કામનો ઉપયોગ પણ વર્તમાનમાં નેતાઓ પોતાની બ્રાન્ડીંગ માટે કરી રહ્યાં છે. કોરોનાકાળમાં સુવિધા ઉભી કરીને લોકોનો જીવ બચાવવો સરકારમાં બેસેલા લોકોની ફરજ બની જાય છે. પરંતુ જાણે તેઓ તો જનતા ઉપર ઉપકાર ના કરી રહ્યો હોય તેવી રીતે પ્રદર્શન કરવાનું છોડી રહ્યાં નથી. ગ્રાન્ડ ફાળવી હોય તો પણ જાણે પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હોય તેવી રીતે સમાચાર બનાવડાવે કે, જૂઓ મેં પૈસા આપ્યા છે.

ભારતીય સંસ્કૃતિ ખત્મ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, કોરોના મહામારીએ કેટલાક લેભાગું લોકો ખુલ્લેઆમ દેશ સાથે દ્રોહ કરી રહ્યાં છે. કોરોના જેવી જીવલેણ મહામારીમાં પણ અનેક લોકો ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેક્શન સહિત અનેક મેડિકલ ઈક્વિપમેન્ટ અને કોરોનામાં રામબાણ ગણાતી દવાઓનું કાળાબજારી કરીને કમાણી કરી રહ્યાં છે, તો બીજી તરફ અનેક લોકોના મોત થઈ રહ્યાં છે.

તે ઉપરાંત મોસંબી, સંતરા, પાઈનેપલ, લીંબુ, નારિયેલ પાણી વગેરે જેવી વસ્તુ એકદમ ઓછા પૈસામાં મળતી તેની જગ્યાએ તેના ત્રણ ઘણા પૈસા ઉઘરાવવામાં આવી રહ્યાં છે. વંદે માતરમ અને ભારત માતા કી જય બોલનારાઓને તે ખબર નથી કે, અત્યારે ભારત માતાના છોકરાઓ જ હોસ્પિટલના પથાણે પડ્યા છે, ત્યારે આપણે તેના પાસેથી તેના જીવના બદલામાં ત્રણ ગણા પૈસા ઉઘરાવી રહ્યાં છીએ.

તો બીજી તરફ દેશે જેને જવાબદારી આપી છે, જેને કોઈ ભાન જ ના હોય તેવું લાગી રહ્યું છે. આમ પણ ચા વેચનારાને પીએમ અને મંદિરની સારસંભાળ રાખનારને સીએમ બનાવીએ તો અંતે ભગવાન ભરોસે જ રહેવું પડે. ભગવાને માનવજાતને વિચારવા માટે મગજ આપ્યું છે કે, જેને મારી ભક્તિ કરવી છે, તેને સીએમ બનવાની જરૂરત નથી અને તમારે બનાવવાની પણ જરૂરત નથી.

જોકે, આપણે શું કર્યું, ભગવાધારીઓને દેશ ચલાવવા માટે આપી દીધો. જેથી ગણિત-વિજ્ઞામ-શિક્ષણનું વિકાસમાં કોઈ જ કામ રહી જ ગયું નહીં. તથ્યોથી થતાં કામ બંધ થઈ ગયા માત્ર તર્ક ઉપર જ બધા કામ થવા લાગ્યા. દેશે અભણોને ગાદી આપી અને તેમના સાથે ભળ્યા વેપારી… જેથી દેશહિતમાં બધું વેચાઇ નાખવાની નોબત આવી ગઈ. ગડબડ ગણિતના કારણે કોરોનાકાળમાં પણ આ અભણોએ 200 કરોડ ડોઝની જગ્યાએ 35 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો.

જરૂરત 200 કરોડ ડોઝની, ઓર્ડર માત્ર 35 કરોડ?

આપણી મોટાભાગની વેક્સિન સીરમ ઈન્સ્ટીટ્યુટથી આવી રહી છે. તે સીરમે જણાવ્યું છે કે, તેને અત્યાર સુધી 26 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર સરકાર પાસેથી મળ્યો છે. સરકારે પોતે જણાવ્યું કે, તેને ભારત બાયોટેકને 7 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. કુલ મિલાવીને 33 કરોડ. ડેક્કન હેરાલ્ડે કોમડોર લોકેશ બત્રાની આરટીઆઈના હવાલાથી જણાવ્યું છે કે, સરકારે 35.1 કરોડ વેક્સિનનો ડોઝનો ઓર્ડર આપ્યો છે. બે ડોઝના હિસાબથી 35 કરોડ ડોઝનો અર્થ થયો 17.5 કરોડ લોકોને વેક્સિન. સીરમે પોતાના સ્ટેટમેન્ટમાં જ જણાવ્યું છે કે, તેના પાસે 10 કરોડ ડોઝનો અલગ ઓર્ડર રાજ્ય સરકારો અને હોસ્પિટલોનો છે. એટલે 35 અને બીજા દસ એટલે 45 કરોડ.

તો હવે રસી 18 વર્ષના ઉપરના લોકોને આપવાની છે તો સમજવા માટે માની લઈએ કે, 100 કરોડ લોકોને વેક્સિન આપવાની છે. 100 કરોડનો અર્થ આપણે 200 કરોડ વેક્સિન ડોઝ જોઈએ. 200 કરોડની સામે આપણે ઓર્ડર આપ્યો 45 કરોડનો એટલે જરૂરતનો માત્ર 22.5%.

સામાન્ય રીતે સમજીએ તો 45 કરોડ ડોઝનો અર્થ 22.5 કરોડ લોકો માટે વેક્સિન, એટલે 100 કરોડમાંથી માત્ર 22.5 ટકા વસ્તી માટે વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં પણ કેટલાક ગંજેડીઓ આવીને ઓન સ્ક્રિન નિવેદન આપે છે કે, રસી-ઓક્સિજન કે બેડની કોઈ જ અછત નથી. ખ્યાલ નહીં ભાંગ પી લે છે કે શું આ લોકો…

હવે તે જણાવી દઈએ કે, આટલી સિક્યોર કરવામાં આવી છે, આ રસી હજું સુધી મળી નથી. 45 કરોડમાંથી 26 કરોડ ડોઝ હજું મળવાના બાકી છે. મે, જૂન અને જૂલાઈમાં મળવાની આશા છે. તેવામાં અહીં એક પ્રશ્ન તે ઉભો થઈ રહ્યો છે કે, વિશ્વને વેક્સિન સપ્લાઈ કરવા મંડી પડેલા લોકોએ પોતાના દેશના લોકો માટે જ અત્યાર સુધીમાં માત્ર 22.5 ટકા રસીકરણ કરવાનો પ્લાન બનાવ્યો છે. આશ્ચર્યની વાત છે.

ઓક્સિજનની તો રીતસર અછત સર્જાઈ રહી છે. દિલ્હીમાં તો લોકોની શ્વાંસો બંધ ના થઈ જાય તે માટે 976 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂરત છે. પરંતુ સરકારે કોટો નક્કી કર્યો છે 590 મેટ્રીક ટનનો. બેડ વેન્ટિલેટર માટે લોકો તરસી રહ્યાં છે. તેવામાં દેશના ટોપ સર્જન ડોક્ટર દેવી શેટ્ટી કહી રહ્યાં છે કે, આવનારા સપ્તાહોમાં લોકો આઈસીયૂમાં મરવા લાગશે કેમ કે, આવનારા કેટલાક અઠવાડિયાઓમાં આપણે પાંચ લાખ ICU બેડ જોઈશે, આપણી પાસે હાલમાં છે માત્ર 90 હજાર… એક લાખ પણ પૂરા નથી… કદાચ બેડનું શેટિંગ કરી લીધું તો પણ 1.5 લાખ ડોક્ટર અને 2 લાખ નર્સો જોઈએ. ભયાનક તસવીર છે… આપણો ભઈલો શું કરે છે, બ્રિટનના વડાપ્રધાનને કહે છે કે, ભારતમાંથી ચોરી કરીને ત્યાં આવેલા લોકોને પાછા મોકલી દો તો સારૂ… અલ્યા ભઈ અત્યારે આપણે તેમની શું જરૂરત છે.. ઓક્સિજન-ડોક્ટર અને વેક્સિનનું કંઈક કરો ને..

હાલમાં કોરોનાથી માત્રને માત્ર એક જ વસ્તુ બચાવી શકે છે અને તે છે વેક્સિન.. પરંતુ સરકારના ગડબડ ગણિતના કારણે દેશનું સ્વાસ્થ્ય ડેન્જરમાં દેખાઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat