DGP’s Commendetion Disc – 2021″ નો ગાંધીનગર ખાતે પોલીસ તંત્ર દ્વારા એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો હતો
Advertisement
Advertisement
વિશાલ મિસ્ત્રી રાજપીપળા : નર્મદા જિલ્લામાં એલ.સી.બી પોલીસ વિભાગમાં વર્ષ 2021- 22 દરમિયાન સારી ફરજ નિભાવી શ્રેષ્ઠ કામગીરી કરનાર પીઆઈ અલ્પેશ પટેલને ગાંધીનગર ખાતે યોજાયેલ DGP’s Commendetion Disc – 2021″ એવોર્ડ સમારંભમાં પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ 2021-22 દરમિયાન નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મા પ્રમાણિક અને હોંશિયાર અધિકારી અને સુપરકોપ તરીકે ઓળખાતા પીઆઈ અલ્પેશ પટેલે પોતાના ફરજ કાળ દરમિયાન નર્મદા જિલ્લામા નાના મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.તેમની એલ.સી.બી પીઆઈ તરીકેના ત્રણ વર્ષના કાર્યકાળમા અલ્પેશ પટેલે ગુનેગારોમા ભય ફેલાવી દીધો હતો.પોતાની ટેકનિકલ સ્કિલ અને પોતાના સ્ટાફના મજબૂત ઇન્ફોર્મેશન નેટવર્ક અને વિશ્વાસુ જવાનોની સંયુક્ત કામગીરીએ નર્મદા જિલ્લાને મહદઅંશે ગુનાખોરી મુક્ત કરવામાં સફળતા મેળવી હતી.
તેમની આ કુશળ કામગીરીને ધ્યાને લઈ ગાંધીનગર ખાતે યોજાયેલ DGP’s commendetion Disc – 2021 ના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ પૈકી વર્ષ 2021-22 માં નર્મદા જિલ્લા એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવેલ અલ્પેશ પટેલને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય (DGP) દ્વારા પ્રસાંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Advertisement