Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આળશ, કેન્દ્રએ રાજ્યોને લગાવી ફટકાર

કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આળશ, કેન્દ્રએ રાજ્યોને લગાવી ફટકાર

0
60

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક રાજ્યોને પત્ર લખીને તેમણે કોરોના વેક્સીનેશનને પ્રાથમિકતા આપવા કહ્યુ છે. આ તે રાજ્ય છે જે કોવિડ 19 વેક્સીનના બીજા ડોઝ આપવામાં પાછળ રહી ગયા છે. દેશમાં લગભગ 90 મિલિયન લોકોને હજુ રસીનો બીજો ડોઝ આપવાનો બાકી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જે રાજ્યોને પત્ર લખ્યો છે તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઓરિસ્સાનું નામ સામેલ છે. આ રાજ્ય કોરોના વેક્સીનનો બીજા ડોઝની રાહ જોઇ રહેલા 90 મિલિયન પોપ્યુલેશનનો લગભગ 27 ટકા ભાગ છે.

વેક્સીનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર કોવિશીલ્ડ મામલે 12 અઠવાડિયા અને કોવેક્સિનના મામલે ચાર અઠવાડિયાનો સમય છે. દેશમાં કોરોના વેક્સીન લગાવી ચુકેલા લોકોમાંથી લગભગ 90 ટકાને પ્રથમ ડોઝ જ મળ્યો છે. કેન્દ્રએ લખેલા પત્ર અનુસાર, 90 મિલિયનમાં ઉત્તર પ્રદેશમાં 15.6 મિલિયન લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવાનો બાકી છે. 20 ઓક્ટોબર 2021માં Co-Win પોર્ટલ પર ઉપલબ્ધ આંકડા અનુસાર, રાજ્યમાં 1,24,82,090 અને 31,60,423 લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી છે.

દિલ્હીમાં 16 લાખ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી

પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લાખ લોકોને બીજો ડોઝ બાકી છે. આંકડા અનુસાર, 20 ઓક્ટોબર 2021 સુધી રાજ્યમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનના બીજા ડોઝ માટે કુલ 26,46,896 અને 6,19,535 લાભાર્થી છે. રાજસ્થાનમાં પણ આ સંખ્યા આશરે 30 લાખ હતી. 65,68,461 અને 15,70,652 લોકો રાજ્યમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનના બીજા ડોઝની રાહ જોઇ રહ્યા છે. ઓરિસ્સામાં પણ લગભગ 3 મિલિયન લોકોને રસીના બીજા ડોઝ આપવાનો બાકી છે. ઉપલબ્ધ આંકડા અનુસાર, રાજ્યમાં કુલ 27,21,966 અને 3,95,754 લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનના બીજા ડોઝ આપવાનો બાકી છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો દિલ્હીમાં લગભગ 16 લાખ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી રહી ગયો છે.

આ પણ વાંચો: પેટ્રોલ–ડીઝલની કિંમતમાં ફરી ભડકો: ભોપાલમાં 115 ,અમદાવાદમાં 104 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ

ભારતમાં કોવિડ-19 રસીના અત્યાર સુધી આપવામાં આવેલા ડોઝની સંખ્યા ગુરૂવારે 100 કરોડને પાર કરી ગઇ હતી. આ સાથે દેશે કોરોના વાયરસ વિરૂદ્ધ પોતાના રસીકરણ કાર્યક્રમમાં એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ, 100 કરોડ ડોઝ આપ્યા બાદ, આપણે બીજા ડોઝ આપવા માટે મિશન મોડમાં કામ કરીશુ જેથી લોકો કોવિડ-19થી સુરક્ષિત રહે. મંત્રાલયે ગુરૂવારે કહ્યુ કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીના 1,03,53,51,045થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat