Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ફેસબુક વિવાદ પર ભારતીય ન્યૂઝ પબ્લિશર્સે કહ્યું- અહીં બને ઓસ્ટ્રેલિયા જેવા કાયદા

ફેસબુક વિવાદ પર ભારતીય ન્યૂઝ પબ્લિશર્સે કહ્યું- અહીં બને ઓસ્ટ્રેલિયા જેવા કાયદા

0
51

ફેસબુકે હાલમાં જ ન્યૂઝ કંપનીઓને તેમના સમાચારો શેર કરવા માટે ચૂકવણી કરવાના મુદ્દા પર ઓસ્ટ્રેલિયાને ‘અનફ્રેન્ડ’ કરી દીધું. તેમને દાવો કર્યો કે, સરકારે પ્રસ્તાવિક કાયદાઓને આ પ્લેટફોર્મ અને ન્યૂઝ પબ્લિશર્સ વચ્ચેના સંબંધોને સમજવામાં ભૂલ કરી છે.

ફેસબુક તરફથી પોતાના પ્લેટફોર્મ પર ન્યૂઝ બૈન કરવાને લઈને થયેલા વિવાદ અને વડાપ્રધાન સ્કોટ મોરિસનના કડક નિવેદનો પછી, સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ મંગળવારે કહ્યું કે, તેઓ ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પરના વિવાદીત બેન હટાવી લેશે અને સ્થાનિક કંપનીઓને કન્ટેન્ટ માટે ચૂકવણી કરશે. આ બધુ કરાર ઐતિહાસિક કાયદાના અંતિમ સમજૂતિ પછી થયો છે.

ઓસ્ટ્રેલિયા એવા કાયદાઓ લાવવા માટે લગભગ તૈયાર છે, જે હેઠળ મોટી ટેક કંપનીઓ મીડિયા કંપનીઓ સાથે 90 દિવસની અંદર કોમર્શિયલ ડીલ કરવી પડશે.

સરકાર અનુસાર, કાયદા તે ન્યૂઝ કંપનીઓ માટે યોગ્ય બાર્ગેનિંગ પાવર આપશે, જેમને વિજ્ઞાપન રાજસ્વ માટે સંઘર્ષ કર્યો છે, જ્યારે ગૂગલ અને ફેસબુક પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે.

ભારતીય ન્યૂઝ પબ્લિશર્સનું શું કહેવું છે?

આ વચ્ચે ક્વિટના કેટલાક ભારતીય ન્યૂઝ પબ્લિશર્સ સાથે વાત કરી, જેમને કહ્યું કે વાસ્તવમાં મોટી ટેક પ્લેટફોર્મસ અને પબ્લિશર્સ વચ્ચે સંબંધોને લઈને અસમતોલન છે.

ફેસબુક, ગૂગલ અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે વિવાદે દુનિયાના અનેક ભાગોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કેનેડા અને બ્રિટન સહિત અનેક દેશ મુખ્ય ટેક પ્લેટફોર્મસ પર લગામ લગાવવા અને મીડિયામાં વિવિધતા બનાવી રાખવા માટે જ આવા પગલાઓ પર વિચાર કરી રહી છે.

વરિષ્ઠ ભારતીય પબ્લિશિંગ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે, પબ્લિશર્સ મોટાભાગે નેગોશિએટ કરવાની સ્થિતિમાં હોતા નથી કેમ કે કન્ટેન્ટના મોનટાઈઝેશનની પ્રક્રિયા અને પ્લેટફોર્મ્સના અલ્ગોરિધમ અપારદર્શક હોય છે. તેમને કહ્યું તે, ભારતમાં પણ આવવી રીતના પગલાઓ ન્યૂઝરૂમ અને ક્વોલિટી જર્નાલિઝમને બચાવવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ. ન્યૂઝલોન્ડ્રીના કો-ફાઉન્ડર અને સીઈઓ અભિનંદન સેકરીએ કહ્યું કે, ડિજિટલ સ્પેસમાં એક ફિલોસોફી અને એક સામાન્ય ટ્રેંડના રૂપમાં બે તથ્ય છે.

પહેલા સેકરીએ જણાવ્યું, “કેટલીક ટેક દિગ્ગજોને ખુબ જ ફાયદો થઈ રહ્યો છે. તેઓ દુનિયાની અત્યાર સુધી સૌથી વધારે ફાયદો કમાવનાર કંપનીઓ છે અને તેમના ન્યૂઝ કંપનીઓ તરફથી જનરેટ કરેલા ન્યૂઝના કારણે પણ તેમને ફાયદો થયો છે.”

હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયાના પૂર્વ સીઈઓ, રાજીવ વર્માએ કહ્યું કે, ભારતની સ્થિતિ ઓસ્ટ્રેલિયાથી અલગ નથી. તેમને સમજાવ્યું કે, પાછલા કેટલાક સમયથી લીગેસી મીડિયા કંપનીઓને નુકશાન થઈ રહ્યું છે અને COVID પછી પબ્લિશર્સની મુશ્કેલીઓ વધી છે.

તેના પર સહમતિ વ્યક્ત કરતાં કહ્યું કે, આવા રેગ્યુલેટરી પગલા ભારતમાં પણ કામ કરી શકે છે, વર્માએ કર્યું, જો ઓસ્ટ્રેલિયા, યૂરોપમાં એક પ્રસ્તાવ આવી રહ્યો છે અને અમેરિકાનો એકાધિકારનના દુરપયોગ સાથે સંબંધિત મુદ્દાઓની ઈન્કવાયરી કરી રહ્યું છે, તો ભારતને અલગ કેમ હોવું જોઈએ?

ભારતમાં પણ આવા પગલાઓનું સ્વાગત કરવામાં આવશે, વર્માએ કહ્યું, “મને આશા છે કે, આપણે તેના પર કામ કરીશું, કેમ કે ભારતની પત્રકારિતાને બચાવવું મહત્વપૂર્ણ માનવામાં આવશે. ભારત એક લોકતંત્ર છે અને લોકતંત્ર માટે પત્રકારિતાના બચાવવું જનહિતમાં છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat