Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > લાવાનો સસ્તો ફીચર ફોન Lava Flip લોન્ચ, યાદ આવી જશે જૂના દિવસો

લાવાનો સસ્તો ફીચર ફોન Lava Flip લોન્ચ, યાદ આવી જશે જૂના દિવસો

0
266

નવી દિલ્હી: ભારતીય બ્રાન્ડનો એક નવો ફીચર ફોન Lava Flip લોન્ચ કર્યો છે, જે તમને 12-15 વર્ષ પહેલાના ફ્લિપ ફોનના જમાનાની યાદ અપાવી દેશે. લાવાના આ નવા ફિચર ફોન Lava Flipને 1,640 રૂપિયાની ખૂબ જ ઓછી કિંમતમાં લોન્ચ કરાયો છે, જે આ ફ્લિપ ફોન ઇચ્છતા લોકો માટે બેસ્ટ ડીલ છે. લાવા ફ્લિપને રેડ અને બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેનું વેચાણ ફ્લિપકાર્ટ, અમેઝોન સાથે રિટેલ સ્ટોર પર પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

આકર્ષક રંગોમાં

લાવા ફ્લિપ વિશેની સૌથી ખાસ વાત છે તેનો લુક. લાલ અને વાદળી રંગમાં લોન્ચ થયેલ આ ફ્લિપ ફોન ખૂબ જ આકર્ષક લાગે છે, જેમાં બોડીની સાથે સાથે કીપેડ પણ સમાન રંગનો છે. તેમાં કેમેરો સેટઅપ પણ છે, જે તેના દેખાવ અને અનુભૂતિને વધારે છે. કંપનીનો દાવો છે કે આ ફિચર ફોનમાં લોકોની જરૂરિયાત અનુસાર ઉત્તમ સુવિધાઓ પણ આપવામાં આવી છે. લાવાએ વૃદ્ધો સાથે જ યંગ જનરેશનની પસંદને ધ્યાનમાં રાખીને લાવા ફ્લિપ લોન્ચ કર્યો છે.

આ પણ વાંચો: PUBG Mobile ભારતમાં વાપસી માટે તૈયાર? માઇક્રોસોફ્ટ સાથે થઇ શકે છે કરાર

મજબૂત બોડી અને પાવરફુલ બેટેરી

Lava Flipની ખાસિયતની વાત કરીએ તો તેમાં 2.4 ઇન્ચની ડિસ્પ્લે છે અને તેની બોડી પોલીકાર્બોનેટની બની છે. ડ્યૂલ સિમ સપોર્ટ કરતો આ ફોનમાં 1200 mAhની બેટરી છે, જે કંપની મુજબ સિંગલ ચાર્જ પર 3 દિવસ સુધી ચાલી શકે છે. આ ફોનની મેમેરી 32 જીબી સુધી વધારી શકાય છે. લાવા ફ્લિપમાં વીજીએ કેમેરા સાથે જ બ્લિંક કોલ નોટિફિકેશન એલઈડી પણ છે.

22 ભાષાઓ સપોર્ટ કરે છે

Lava Flipની વધુ એક ખાસિયત એ છે કે તેમાં હિંદી, ઇન્ગ્લિશ, પંજાબી, ગુજરાતી, બંગાળી, તામિલ, તેલુગુ અને કન્નડ સહિત 22 ભારતીય ભાષાઓમાં મેસેજ પ્રાપ્ત કરી શકાય છે અને ટાઇપ કરી શકાય છે. બાકી ફિચર્સમાં ટોર્ચ, વાયર લેસ એફએમ અને નંબર ટોકર સહિત અન્ય છે. કંપની આ ફોન સાથે એક વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી આપી રહી છે.