Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Honda Activaને ટક્કર આપવા Suzuki Access 125ની નવી એડિશન લોન્ચ

Honda Activaને ટક્કર આપવા Suzuki Access 125ની નવી એડિશન લોન્ચ

0
256

જાપાનની ટૂ-વ્હીલર વાહન નિર્માતા કંપની Suzukiએ ભારતીય બજારમાં પોતાના લોકપ્રિય સ્કૂટર Suzuki Access 125ની નવી સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. નવા લુક અને ફિચર્સથી સજ્જ આ સ્કૂટરની કિમત 61,788 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેમાં કંપની દ્વારા નવા બ્લેક આઉટ અલોય વ્હીલ આપવામાં આવ્યું છે. આ સાથે તેના લુકને પૂરી રીતે બદલી નાખવામાં આવ્યું છે સાથે તેમાં અન્ય નવા ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

Suzuki Accessના આ સ્પેશ્યલ એડિશનમાં કંપની દ્વારા નવા ક્રોમ ફીનિશ રિયર વ્યૂ મિરર આપવામાં આવ્યા છે અને આ સ્કૂટર નવા મરૂણ કલરમાં પણ ઉપલબ્ઘ છે. આ સાથે બ્લેક, સિલ્વર અને વ્હાઈટ કલરમાં પણ છે. સ્કૂટરમાં સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ અને DC સોકેટ જેવા ફિચર્સ તેના સ્ટેન્ડર્ટમાં શામેલ કરવામાં આવ્યું છે.

કંપનીએ આ સ્કૂટરમાં 125ccની ક્ષમતાના એન્જિનનો પ્રયોગ કર્યો છે. જો કે 8.7PSનું પાવર અને 10.2nmનો ટાર્ક જેનરેટ કરે છે. આ સ્કૂટરના ફ્રન્ટમાં આપવામાં આવ્યુ છે ટેલેસ્કોપિક સસ્પેન્સન, જેનાથી રાઈડ વધુ આરામદાયક બને છે. સુઝુકી મોટરસાઈકલ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ દેવાશીષે હોન્ડાના આ સ્કૂટરને લોન્ચ કર્યું છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, “એક્સેસ 125ના સુઝુકી ઈન્ડિયાની વૃદ્ધીમાં આગત્યનું યોગદાન છે તથા અમે તેને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” ભારતીય બજારમાં આ સ્કૂટર મુખ્ય રૂપથી Honda Activa 125 અને TVS Ntorq 125ને ટક્કર આપશે.

દેશમાં ઇલેકટ્રિક કારોની મચશે ધૂમ! આવી રહી છે Honda Jazzનું ઇલેકટ્રિક વર્જન,સિંગલ ચાર્જમાં ચાલશે 300 KM