નવી દિલ્હી: માઇક્રો બ્લૉગિગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)એ ભારતમાં પણ સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતમાં Twitter Blue સર્વિસ માટે કિંમત 650 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવી છે. વેબ યૂઝર્સે Twitter Blue માટે 650 રૂપિયા પ્રતિ મહિના ચુકવવા પડશે. જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે 900 રૂપિયા પ્રતિ મહિના ચુકવવા પડશે.
Advertisement
Advertisement
એલન મસ્કે ગત વર્ષે 44 બિલિયન ડૉલરમાં ટ્વિટરને ખરીદ્યુ હતુ. તે બાદથી તેમણે માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મમાં ઘણા બદલાવ કર્યા છે. એલન મસ્કે Twitter Blue સર્વિસની જાહેરાત કરી હતી. જેની હેઠળ તામરે ટ્વિટરની કેટલીક વધારાની સેવા માટે ચાર્જ આપવો પડશે.
ટ્વિટરે અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશમાં Twitter Blue સર્વિસ શરૂ કરી હતી. આ દેશમાં ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શનનો ચાર્જ વેબ યૂઝર્સ માટે 8 ડૉલર પ્રતિ મહિના છે. વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર 84 ડૉલર ખર્ચ કરવા પડશે. ટ્વિટર 3 ડૉલર વધુ એંડ્રોઇડ યૂઝર્સ પાસેથી ચાર્જ કરીને ગૂગલને કમીશન આપશે.
ભારતમાં હવે આ સેવાની શરૂઆત થઇ ગઇ છે. કહેવામાં આવે છે કે ભારતમાં Twitter Blue સર્વિસ લેવા માટે વેબ યૂઝર્સે 650 રૂપિયા પ્રતિ મહિના, જ્યારે મોબાઇલ યૂઝર્સ માટે તેનો ચાર્જ 900 રૂપિયા પ્રતિ મહિના છે. જોકે, વાર્ષિક સબ્સક્રિપ્શન લેવા પર 6800 રૂપિયા આપવા પડશે.
Twitter Blue પર મળશે આ ફીચર
– ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન સાથે યૂઝર્સને બ્લૂ ચેકમાર્ક અથવા ટિક પણ આપવામાં આવે છે. આ સાથે યૂઝર્સે ટ્વીટ એડિટ કરવાનું ઓપ્શન, 1080p વીડિયોમાં વીડિયો અપલોડ કરવા અને રીડર મોડનું એક્સેસ મળશે.
– આ સિવાય ટ્વિટર યૂઝર્સને ઓછી એડ જોવા મળશે જ્યારે નૉન-સબ્સક્રાઇબર્સને વધુ એડ્સ આવનારા સમયમાં મળશે. કંપનીએ કહ્યુ કે વેરિફાઇડ યૂઝર્સને ટ્વીટના રિપ્લાય અને ટ્વીટમાં પણ પ્રાયોરિટી મળશે.
– આટલુ જ નહી આ સર્વિસ લેનારા યૂઝર્સ 4000 શબ્દ સુધીની ટ્વીટને પોસ્ટ કરી શકશે.
Advertisement