સમયની સાથે ઘણું પરિવર્તન આવ્યું છે પણ હજુ એવા કેટલાક સૂર હોય છે કે ભૂલાતા હોતા નથી. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં ગવાતા ગીતો અને અન્ય શુભ પ્રસંગોમાં ગવાત ગીતોમાં નાવિન્ય આવ્યું છે પણ તેમ છતાં એવા લોકગીતો હોય છે કે જે ભૂલાતા નથી. વિસરાતા જતા સૂરને જીવંત કરવાની દિશામાં એક સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું હતું અને જેનું સ્થળ હતું માણસાના નવિન હોલનું ચૌધરી સંકુલ હતું. વિસરાતા સૂરની અનોખી સ્પર્ધાનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજની મહિલાઓ ઉત્સાહભેર જોડાઇ હતી.
Advertisement
Advertisement
મહિલાઓએ પોતાના લોકગીતોને સૂરમય રજૂ કરીને દરેક લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી અખિલ આંજણા સેવા મંડળ માણસા તથા શ્રી સત્તાવીસ આંજણા યુવક મંડળ માણસાના સંયુક્ત ઉપક્રમે નવીન હોલ ચૌધરી સંકુલ ખઆતે વિસરાતા સૂરની સ્પર્ધાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આંજણા ચૌધરી સમાજની બહેનો મોટી સંખ્યામાં જોડાઇ હતી. સ્પર્ધામાં મહિલાઓએ પ્રાચીન ગીતો કે જે આજે લુપ્ત થઇ ચૂક્યા છે તેને જીવંત કરવાનું કામ કર્યું હતું.મહિલાઓએ સ્ટેજ પર વિવિધ પ્રકારના ગીતની પ્રસ્તુતિ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સ્પર્ધામાં સમાજના સ્નેહીજનો, શ્રેષ્ઠીઓ તેમજ ભાઇઓ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો દ્વારા માત્ર ઘરકામની સાથે તેઓ આટલા સુંદર ગીતોની પ્રસ્તુતિથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું. આધુનિક સમયમાં પ્રાચીન ગીતો ભૂલાઇ રહ્યા છે ત્યારે વિસરાતા સૂરને જીવંત કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ પોતાનામાં રહેલી એક સૂક્ષ્મ ઉર્જાને ગીત સ્વરૂપે લોકો સુધી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ સમાજબંધુઓએ તેનો સહજ સ્વીકાર કર્યે હતો.
Advertisement