અમેરીકા, ચીન પછી ભારતના ગુજરાતમાં વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટનો ગીગા પ્રોજેકટ સ્થપાશે. ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રોનિક્સ પોલીસીના લાભ સાથે સાણંદ ખાતે આ પ્લાન્ટ સ્થપાશે.
Advertisement
Advertisement
ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. ટાટા ગૃપની કંપની અગ્રતાસ એનર્જી લિમિટેડના CEO અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ ગીગાવોટ ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે. આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન બેટરીના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી ઉત્પાદન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં મદદ મળશે.
રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે.
Advertisement