સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજરાતની વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરનાર બે આરોપીની ધરપકડ કરાઈ છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે. આ પરીક્ષા વર્ષ 2021-2022માં યોજાઈ હતી.
પરીક્ષા રાજ્યના વિવિધ સેન્ટરોમાં લેવાઈ હતી. માત્ર સુરત જ નહીં અમદાવાદ, વડોદરામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી. આ કેસમાં અનિકેત ભટ્ટ અને ભાસ્કર ચૌધરી હજુ વોન્ટેડ છે. તેઓ ઉમેદવારોને અગાઉથી જ સંપર્ક કરી લેતા હતા. આ ટોળકીએ કયા કયા લાભાર્થીઓને સંપર્ક કર્યો તેની તપાસ ચાલુ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતમાં પરીક્ષા કેન્દ્રથી અન્ય કોઈ વ્યક્તિ ઓનલાઈન પ્રશ્ન પત્ર ભરતો જ્યારે આરોપી એક જ કમ્પ્યૂટરથી બે મોનિટર ઓપરેટ કરતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં મોનિટર ઓપરેટ કરવા સોફ્ટવેરનો ઉપયોગ કરાતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં સારથી એકેડમીના માલિકની સંડોવણી સામે આવી છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રુપલ સોલંકીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ફરિયાદી બન્યા છે. ઈન્દ્રવદન પરમાર, ઓવેશ કાપડિયાની ધરપકડ કરાઈ છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિમાં કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Advertisement