નાણામંત્રી નિર્મલા સીતારમણના પુત્રી પરકલા વાંગમયીના ગુરુવારે બેંગાલુરુના જયાનગર વિસ્તારની એક હોટલમાં અત્યંત સાદગીપૂર્વક લગ્ન થયા. સીતારમણના પુત્રી પરકલાના લગ્ન ગુજરાતના પ્રતીક દોશી સાથે થયાં. બ્રાહ્મણ પરંપરા અનુસાર તેમના લગ્ન સંપન્ન થયા હતા. ઉડુપી અદામુરુ મઠના સંતોની ઉપસ્થિતિમાં તેમના લગ્ન થયા હતા..
Advertisement
Advertisement
આ લગ્ન સમારંભમાં રાજકીય અગ્રણીઓને આમંત્રણ અપાયું ન હતું. સમારોહમાં ફક્ત પરિવારના લોકો અને મિત્રો જ સામેલ હતા. નિર્મલા સીતારમણના પુત્રીના લગ્ન પીએમ નરેન્દ્ર મોદીના એક મુખ્ય સહયોગી પ્રતિક દોશી સાથે થયા છે. લગ્ન સમારોહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં કેટલાક બ્રાહ્મણ વૈદિક મંત્રોચ્ચારથી પરકલા વાંગમયી અને પ્રતિકના લગ્નની વિધિ કરાવી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નજીક જ ઊભા છે. વાંગમયી વ્યવસાયે પત્રકાર છે. તેમણે દેશના અનેક મીડિયા સંસ્થાનોમાં કામ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે હાલ મિંટ લાઉન્જના બુક્સ એન્ડ કલ્ચર સેક્શન માટે ફિચર રાઈટર તરીકે કામ કરે છે.
કોણ છે સીતારમણના જમાઈ પ્રતિક દોશી ?
પ્રતિક દોશી સિંગાપુર મેનેજમેન્ટ સ્કૂલથી ગ્રેજ્યુએટ છે. તેમણે આ અગાઉ નરેન્દ્ર મોદીના ગુજરાત મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. પ્રતીક ઘણાં વર્ષોથી પીએમ મોદી સાથે કામ કરે છે અને તે ગુજરાતના છે અને પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. તેમને 2019માં જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા. PMOની વેબસાઈટ અનુસાર, પ્રતિક PMOની રિસર્ચ અને સ્ટ્રેટેજી વિંગની દેખરેખ રાખે છે અને ટોચના અમલદારો અને સરકારમાં મહત્વના લોકો પર નજર રાખે છે.
Advertisement