અમદાવાદઃ ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ગાંધી જયંતિથી સરદાર પટેલ જયંતિ સુધી એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 દરમિયાન ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 04 મેટ્રોપોલિટન શહેરો સહિત કુલ 37 સ્થળોએ વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં મંત્રીઓ, જિલ્લા કક્ષાના સ્થાનિક અધિકારીઓ, ઔદ્યોગિકગૃહો, એસોસિએશનો અને નામાંકિત મહાનુભાવો પણ સામેલ થશે.
Advertisement
Advertisement
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમોનો અમલ કરવામાં આવશે
આ કાર્યક્રમો તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લાગુ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) વગેરે સહિત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે 2-3 દિવસના પ્રદર્શનનો સમાવેશ થશે. આ ઉપરાંત સ્વ-સહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), મહિલા ઉદ્યમીઓ, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરે પણ આ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદ કરાયેલ ઉત્પાદનોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT) જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ક્ષમતા નિર્માણ, સાહસિકતા, નિકાસ પ્રોત્સાહન, બજાર સાથે જોડાણ વગેરે માટે સેમિનાર/વર્કશોપનું આયોજન કરશે. ઈન્વેસ્ટ ઈન્ડિયા, આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID), નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) જેવી સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવશે.
Advertisement