પોલીસે ઓખાના દરિયામાંથી ત્રણ ઈરાની નાગરિકો સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હેરોઈન, એક સેટેલાઈટ ફોન, 8 મોબાઈલ, 2 લેપટોપ, 2.50 લાખની કિંમતની ઈરાની નોટો, 1 જીપીએસ ડિવાઈસ, 15 એટીએમ કાર્ડ, 2 પાસપોર્ટ અને બે અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Advertisement
ઓખા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ઓખા નજીક સિગ્નેચર બ્રિજ નીચે એક શંકાસ્પદ બોટ આવી રહી હોવાની બાતમી પરથી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને બોટને અટકાવી તેમાં સવાર લોકોની પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસે ત્રણ ઈરાનના નાગરિક અને એક ભારતીય સહિત કુલ પાંચ લોકોની બોટ સાથે ધરપકડ કરી હતી.
ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવા માટે 8,000 રિયાલ ચૂકવ્યા
જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ કુમાર પાંડેએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મસ્કતમાં રહેતા આરોપી અશોક અય્યપનને તેના સ્પોન્સર સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેના કારણે તે તેનો પાસપોર્ટ પાછો આપતો ન હતો. ત્યાર બાદ અશોકે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા માટે મસ્કતમાં રહેતા ડો.હુસૈન નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેના બદલામાં અશોકે લગભગ 8,000 રિયાલની ચૂકવણી પણ કરી હતી.
અશોકને ભારત પહોંચાડવા માટે હુસૈને તેને ફિશિંગ બોટ મારફતે ત્રણ ઈરાની નાગરિકો સાથે મસ્કતથી મોકલ્યો હતો. ડૉ.હુસૈને તેને સેટેલાઇટ ફોન આપ્યો હતો. જેના કારણે અશોક તેના સંપર્કમાં રહેતો હતો. આ બોટમાં ત્રણ ઈરાની અને ઓખાના સ્થાનિક નાગરિક સહિત ચાર લોકો હતા. પોલીસે અશોક સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી અને તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement