અમદાવાદઃ પીએમ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રૂ.5206 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. તે ઉપરાંત, આવતીકાલે પીએમ મોદી દાહોદને એક મહત્વની ભેટ આપશે. પીએમ મોદી ઐતિહાસિક છાબ તળાવનું ઉદ્ઘાટન કરશે. 117 કરોડના ખર્ચે આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, તળાવને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
પીએમ મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે
પીએમ મોદી 27 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ બોડેલી ખાતેથી વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. તેઓ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કરવામાં આવેલા કાર્યોનું લોકાર્પણ કરશે. આ યોજના હેઠળ 1426 કરોડના ખર્ચે સ્માર્ટ રૂમ, કોમ્પ્યુટર લેબ, નવા વર્ગખંડો સહિતની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત 7500 ગામોમાં વાઈ-ફાઈ સુવિધા શરૂ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના રૂ. 277 કરોડના કામોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
દાહોદમાં નવા FM સ્ટુડિયોનું લોકાર્પણ કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શહેરી વિકાસ વિભાગના 251 કરોડ રૂપિયાના કામો અને પાણી પુરવઠા વિભાગના 80 કામોનું લોકાર્પણ કરશે, આ સાથે તેઓ દાહોદમાં નવોદય વિદ્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે. દાહોદમાં નવા FM સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ 27મી સપ્ટેમ્બરે જ વડોદરા જશે. પીએમ મોદી નવલખી મેદાનમાં રેલીને સંબોધન કરશે.
આ છે પીએમ મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે, તેઓ 26 સપ્ટેમ્બરે સાંજે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ રાત્રે ગાંધીનગર જવા રવાના થશે. પીએમ મોદી રાજભવનમાં મહત્વપૂર્ણ બેઠક કરશે. 27મી સપ્ટેમ્બરે પીએમ મોદી સાયન્સ સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સવારે 10 કલાકે સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂરો કર્યા બાદ પીએમ બોડેલીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. બોડેલીના કાર્યક્રમ બાદ પીએમ મોદી વડોદરા પહોંચશે. પીએમ મોદી બપોરે 3 વાગ્યે વડોદરામાં આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમમાં હાજરી આપશે. વડોદરાનો કાર્યક્રમ પૂરો થયા બાદ સાંજે 4 વાગ્યે પીએમ મોદી વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.
Advertisement