સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ એવા હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની તૈયારીઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઝડપથી ચાલી રહી છે. દરમિયાન એવી માહિતી બહાર આવી છે કે 5 જૂને વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા ગુજરાત આવશે.
Advertisement
Advertisement
પીએમ મોદી સુરત જિલ્લાના અંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે અને તેનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તેની માહિતી પણ મેળવશે. PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા સરકારી વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કડોદરા પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર સુરક્ષા અને અન્ય યોજનાઓમાં વ્યસ્ત થઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટને લગતી તૈયારીઓની સમીક્ષા કરવા માટે 5 જૂને આવી રહ્યા છે.
વડાપ્રધાન અંત્રોલી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનેલા હેલિપેડ પર ઉતરીને બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે. બારડોલીની પોલીસ અને વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાનના કાફલાના અધિકારીઓ રૂટ અને બુલેટ ટ્રેન સ્ટેશનની સતત મુલાકાત લઈ રહ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા 2026 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે.
Advertisement