આજરોજ સવારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના 9.5 લાખથી વધુ વિદ્યાર્થીનું પરિણામ સવાર 8 વાગે જાહેર કરાયું હતું, જેમાં રાજ્યનું કુલ પરિણામ 64.62 ટકા રહ્યું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાનું પરિણામ 75.43 ટકા સાથે મોખરે રહ્યું હતું જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 40.75 ટકા સાથે સમગ્ર રાજ્યમાં નીચું પરિણામ રહ્યું હતું.
વિદ્યાર્થીઓએ GSEBની વેબસાઈટ પરથી ઓનલાઈન પરિણામ ચેક કરી શકે છે. આજ રોજ જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યમાં A1 -6111, B1- 127652, C1- 139248, C2- 67373, D-3412 અને E1-6 ગ્રેડ સાથે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.
ગુજરાત રાજ્ય બોર્ડની 14 માર્ચ 2023થી 28 માર્ચ 2023 સુધી યોજાયેલી પરીક્ષામાં 9.5 લાખ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા. આ દરમિયાન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં રેગ્યુલર કેટેગરીમાં 7.4 લાખથી વધુ, પ્રાઈવેટ રેગ્યુલર 11 હજારથી વધુ, રિપીટર 1.65 લાખથી વધુ અને પ્રાઈવેટ રિપીટર 5 હજારથી વધુ તથા આઈસોલેટેડ પણ પાંચ હજારથી વધુ તેમજ દિવ્યાંગ ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.
Advertisement