ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગુજકોસ્ટ દ્વારા આયોજીત વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જીનીયરીંગ અને મેથ્સની – સ્ટેમ ક્વિઝની બીજી શ્રેણીનો ફાઇનલ રાઉન્ડ આજે સાયન્સ સીટી ખાતે યોજાશે.
Advertisement
Advertisement
ગયા ઓક્ટોબરમાં શરૂ થયેલી ગુજરાત સ્ટેમ ક્વિઝમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરની ક્વીઝના આયોજન બાદ પસંદગી પામેલ 1000 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ ક્વીઝ અમદાવાદના સાયન્સ સીટીમાં રમશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે. આ ફાઇનલ રાઉન્ડમાં ભાગ લઈ રહેલા 1000 વિદ્યાર્થીઓમાંથી 850 ગુજરાતના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.
વિજેતા વિદ્યાર્થીઓને કુલ બે કરોડથી વધુની રકમનાં ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇક્રોસ્કોપ જેવાં ઉપયોગી સાધનો અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ ઇસરો, ભાભા અણુ સંશોધન કેન્દ્ર – BARC, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા – (DRDO), રાષ્ટ્રીય ગુના સંશોધન વિજ્ઞાન યુનિવર્સિટી અને ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2022 માં શરૂ થયેલ ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. તેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ આજે રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે યોજાઈ છે.
Advertisement