અમદાવાદની કાળજુ કંપાવી દેનારી ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે હજુ પણ જેલમાં જ દિવસો વીતાવવા પડશે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય ન્યાયાલયમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ આ કેસમાં પોલીસે હજુ સુધી ચાર્જશીટ દાખલ કરી નથી. જેના કારણે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. તેથી હવે પ્રજ્ઞેશ પટેલને આગામી સુનાવણી સુધી જેલમાં જ રહેવું પડશે.
Advertisement
Advertisement
જામીન અરજી પર સુનાવણી ન થઈ શકી
ઈસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી. પોલીસે હજુ સુધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી નથી. હવે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આગામી 3જી ઓગસ્ટે સુનાવણી થવાની શક્યતા છે. તેના કારણે તેને ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે.
ઈસ્કોન બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પોતાના પુત્રને હોસ્પિટલે લઈ ગયા હતા. આ સાથે જ તેણે જૂઠું બોલીને હોસ્પિટલમાં પોતાના પુત્રની સારવાર કરાવી હતી. પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે ઘટનાસ્થળે ગયા હતા અને લોકો સાથે ઝઘડો કર્યો હતો. ઘટનાસ્થળે લોકોને ધમકાવવા બદલ આરોપીના પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસે 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. તથ્ય પટેલ વિરુદ્ધ 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત એફએસએલ રિપોર્ટ, બાઇક સવાર દ્વારા લેવાયેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલ સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેકનિકલ અને સ્પોટ રિપોર્ટ તેમજ આરોપી તથ્યના ડીએનએ સહિત અનેક રિપોર્ટ પણ ચાર્જશીટમાં જોડવામાં આવ્યા છે. તેમાં ઈપીકોની કલમ 308 (હત્યા) ઉમેરવાની પરવાનગી મળ્યા બાદ તે કલમ પણ તેમાં જોડવામાં આવી છે. હવે આ કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે.
Advertisement