ડભોઈ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા 44 ગામો માટે રુ. 34.38 કરોડના ખર્ચથી તૈયાર થઈ રહેલા પાણી પુરવઠા યોજના પૂર્ણ થતાં હવે આ ગામોમાં ઘરના નળમાં નર્મદાનું પાણી આવતું થઈ જશે.
ડભોઈ તાલુકામાં કુલ 118 ગામો અને 30 વસાહતોનો સમાવેશ થાય છે. આ ગામોની 2011ની સ્થિતિએ વસ્તી 129278 છે.
ડભોઈ તાલુકાના 118 ગામો અને 30 નર્મદા વસાહતો પૈકી ઉત્તરભાગના 74 ગામો અને 14 વસાહતો માટે નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાવીનું પાણી આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ દક્ષિણ વિભાગના બાકી રહેલા 44 ગામો, 10 પરાં અને 15 નર્મદા વસાહતની 50465 વસ્તીને નર્મદા પાણી આપવા માટે આયોજન કરાયું હતું.
ડભોઈ જુથ પાણી પુરવઠા યોજના ભાગ-2 અંતર્ગત બનાવવામાં આવેલા વેગા હેડવર્ક્સના આર.સી.સી. ભૂર્ગભ ટાંકા મારફતે શુદ્ધિકરણ કરવામાં આવેલા પાણી પહોંચાડવામાં આવનાર છે. ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ડભોઈ તાલુકાના દક્ષિણ વિભાગના વિસ્તારને વિવિધ 5 ઝોનમાં વિભાજિત કરી ઉક્ત ગામોમાં વ્યક્તિદીઠ દૈનિક 100 લિટર પાણી આપવામાં આવશે.
Advertisement