મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા તેમને ગઈકાલે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, આજે વધુ સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા છે. અનુજ પટેલને મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં વધુ સારવાર અપાશે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પરિમલ નથવાણી અનુજની તબિયત જાણવા પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમના પુત્ર અનુજની તબિયત નાદુરસ્ત થવાના કારણે આજે જામનગર ખાતે થનારી ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી શકશે નહી. ગુજરાત ગૌરવ દિવસના જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઇ પટેલ સહભાગી થશે.
Advertisement
Advertisement
Advertisement