ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી જૈનાબાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર બુધવારે સવારે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના ચાર લોકો અમદાવાદના કુકાવાવ ગામે એક સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રકે સામેથી કારને ટક્કર મારી હતી.
Advertisement
Advertisement
પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ખેતરમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઉંમર 22 થી 35 વર્ષની વચ્ચે હતી.
અમદાવાદ-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માત
18 સપ્ટેમ્બરના રોજ, અમદાવાદ-ભાવનગર હાઇવે પર પાર્ક કરેલી એક ટ્રક સાથે સુરતથી આવતી બસ અથડાતાં બે લોકોનું મૃત્યુ થયું હતું અને દસ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર-ગઢડા તાલુકાની 47 વર્ષીય મહિલા અને ગીર સોમનાથની અંદર ઉના તાલુકામાં રહેતા 51 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ઇજા પામેલા લોકોને ભાવનગરની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળી હતી.
Advertisement