રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે જેણે રાખડી બાંધી હતી તેવા ધર્મના ભાઈએ જ બહેરી-મૂંગી સગીર વયની બહેન સાથે બળજબરી પૂર્વક અને છરી બતાવીને બે વખત દુષ્કર્મ આર્ચ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
અંજાર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી છે અને જણાવ્યું છે કે વરસામેડીની એક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરાના પિતાએ ફરિયાદ નોંઘાવતા જણાવ્યું હતું કે તેની સગીર વયની પુત્રી જન્મથી જ બહેરી-મૂંગી છે. જે તેની બહેન સાથે ગાંધીધામ ખાતે ગઈ હતી ત્યારે તેને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં ડોક્ટરે તપાસ કરતા સગીરાને 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિજનોએ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી શુભમ માંગેરામ ધીમાન દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું છે. ગત જાન્યુઆરી માસમાં જ્યારે સગીરા દુકાને ગઈ હતી ત્યારે આરોપીએ તેને ઈશારાથી બોલાવી રુમમાં ખેંચી જઈ મોઢું દબાવીને તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરાનો જ્યારે જન્મ દિવસ હતો ત્યારે તે ચોકલેટ વેચવા નીકળી ત્યારે તેને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બીજી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો.
આ દુષ્કર્મના બનાવ બાદ સમગ્ર પરિવાર સ્તબ્ધ હતો. 23 તારીખે સગીરના ગર્ભની જાણ થઈ ગઈ હોવો છતાં બદનામીના ડરે પરિવારજનો દ્વારા આ બાબત સગીરાના પિતાને હિમ્મત આપતા તે અંજાર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપી શુભમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતાની સાથે જ શુભમને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ છે પરંતુ શુભમ નાસી છૂટ્યો છે, પોલીસે જણાવ્યું છે કે ટૂંક સમયમાં તેની ઝડપી લેવાશે.
Advertisement