કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગુજરાતના મહેસાણામાં દેશની સૌપ્રથમ સહકારી રીતે સંચાલિત સૈનિક સ્કૂલનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ સૈનિક શાળા મહેસાણાથી 11 કિલોમીટર દૂર બોરીયાવી ગામમાં મુખ્ય સહકારી દૂધ સાગર ડેરી દ્વારા રૂ. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
Advertisement
Advertisement
આ પ્રસંગે અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લાં નવ વર્ષમાં દેશના વિકાસની ગતિ વધી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસની પ્રક્રિયામાં સહકારી સમિતિઓ, કોર્પોરેટ્સ, એનજીઓની સાથે સામાન્ય લોકોને પણ સામેલ કર્યા છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ માત્ર ભારતનો વિકાસ કરીને દેશનું ગૌરવ વધાર્યું નથી, પરંતુ દેશના વિકાસમાં દરેક ભારતીયને સામેલ કરીને એક મોટું કામ કર્યું છે. દેશમાં જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે 100 નવી સૈનિક શાળાઓ ખોલવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલના માનમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામમાં નિર્માણ થનારી સૈનિક શાળા પીપીપી મોડ હેઠળ 100 શાળાઓ સ્થાપવાની કેન્દ્રની યોજનાનો એક ભાગ છે.
અમિત શાહે કહ્યું કે સૈનિક સ્કૂલ વિદ્યાર્થીઓને તેમની સખત મહેનત દ્વારા ભારત માતાની સેવા કરવા માટે તૈયાર કરશે. આ શાળાઓમાં ભારત માતાની સેવા કરનારા વિદ્યાર્થીઓ તૈયાર થશે. નવી શાળા વિદ્યાર્થીઓને સલામતી, દેશભક્તિ અને બહાદુરી વિશે શીખવામાં મદદ કરશે.
કેન્દ્રીય મંત્રીએ નવી સ્કૂલની સ્થાપનામાં મદદ કરવા બદલ દૂધસાગર ડેરી મિલ્ક કોઓપરેટિવ સોસાયટી, તેના ચેરમેન અશોક ચૌધરી અને સમગ્ર બોર્ડને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળ સ્તર ઘટવાને કારણે ગંભીર સંકટનો સામનો કરી રહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની અછતને પહોંચી વળવા માટે પીએમ મોદીએ ઘણી પહેલ કરી હતી.
Advertisement