રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે. આજે 10 મેના દિવસે 43 ડિગ્રી અને 11 મેના દિવસે 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 12થી 14 મેના દિવસોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
એએમસી મેડિકલ આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે‘આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમી વધવાના કારણે એએમસી આરોગ્ય ટીમ દ્વારા પૂર્વ તૈયારી કરી છે. શહેરમાં તમામ BRTS અને AMTS સ્ટેશન પર ORSના પેકેટ વિનામૂલ્યે આપવામાં આવશે. તે ઉપરાંત શહેરમાં આવેલી તમામ એએમસી સંચાલિત હોસ્પિટલમાં હિટ સ્ટ્રોક વોર્ડ ઉભા કરવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદીઓને બપોરના સમયે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ સાઇટ પર કામ કરતા શ્રમિકોને પણ બપોરના સમયે કામ ન કરવા અપીલ કરાઇ છે. ચક્કર આવવા, તાવ આવવા અને માથાના દુખાવા જેવા લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક સાધવા અપીલ કરી છે. આ ઉપરાંત 108ને સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત એસીમાંથી સીધા ગરમીમાં ન જવાની સલાહ આપી છે કેમ કે એસીમાંથી સીધા ગરમીમાં જનારા લોકો હિટ સ્ટ્રોક લાગવાની શક્યતા વધારે હોય છે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં ગરમીના કારણે ભૂતકાળમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તે પછીથી દર વર્ષે ઉનાળામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે. અમદાવાદીઓએ આગામી પાંચથી ચાર દિવસ પહેલાનું તાપમાન અનુમાન જાણ કરી દેવામાં આવે છે. જેથી અમદાવાદીઓ એલર્ટ રહી શકે અને કોઈ મોટી જાનહાનિથી બચી શકાય.
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સિવાય પણ રાજ્યભરમાં આકરી ગરમીનો અનુભવાઇ શકે છે. તેથી અમદાવાદ સિવાય પણ તમામ લોકોને બપોરના સમયે ગરમીમાં નિકળવાથી બચવા માટેની સલાહ આપવામાં આવી છે. જૂન મહિના સુધી ગરમીનો સામનો કરવો પડી શકે તેવું અનુમાન વ્યક્ત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તો કમોસમી વરસાદના કારણે ગરમીથી રાહત મળેલી હતી પરંતુ હવે હવામાનમાં ફેરફાર થતાં પ્રતિદિવસ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
Advertisement