અમદાવાદઃ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડી હતી. તે ફાઈનલ ગઈકાલે રિઝર્વ ડે પર રમાઈ હતી. આ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ચેન્નાઈના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને ગુજરાત ટાઇટન્સને બેટિંગ આપી હતી. ગુજરાત ટાઇટન્સે પહેલાં બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 214 રન નોંધાવ્યા હતા. ચેન્નાઈએ ડકવર્થ લુઇસના નિયમ મુજબ 15 ઓવરમાં અપાયેલું 171 રનનું વિજયલક્ષ્ય પાંચ વિકેટ ગુમાવીને પાર પાડ્યું હતું.
Advertisement
Advertisement
ડેવન કોન્વેને પ્લેયર ઓફ ધ મેચ તથા શુબમન ગિલને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા.
ચેન્નાઈને આ મેચ જીતવા માટે 215 રન કરવાના હતા. પરંતુ, ચેન્નઈએ બૅટિંગ શરૂ કરી ત્યારે પ્રથમ ઓવરના માત્ર ત્રણ બૉલ જ નાખવામાં આવ્યા હતા ત્યારે વરસાદ શરૂ થઈ જતાં મૅચ રોકવી પડી હતી. ચેન્નઈ સુપરકિંગ્સે પ્રથમ ત્રણ બૉલ પર ચાર રન બનાવ્યા હતા. પીચ સૂકવવા અને ફરીથી મૅચ શરૂ કરવામાં લગભગ બે કલાકનો સમય થયો હતો. મેચમાં ડકવર્થ લુઇસનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને પાંચ ઓવર ઘટાડવામાં આવી હતી. ધોનીની ટીમને 15 ઓવરમાં 171 રનનું વિજયલક્ષ્ય આપવામાં આવ્યું હતું.
મેચ ફરી શરૂ થયા પછી ચેન્નઈના ડેવન કૉનવે (25 બૉલમાં 47 રન), ઋતુરાજ ગાયકવાડ (16 બૉલમાં 26 રન) ની તથા શિવમ દુબે (21 બૉલમાં અણનમ 32 રન), અંબાતિ રાયડુ (8 બૉલમાં 19 રન) અને અજિંક્ય રહાણે (13 બૉલમાં 27 રન) એ આક્રમક ફટકાબાજી કરી હતી..
મેચની અંતિમ બે ઓવરમાં ચેન્નાઈને 22 રન બનાવવાના હતા ત્યારે રવીન્દ્ર જાડેજા જીતના હીરો બની ગયા હતા. ઈનિંગની અને મોહિત શર્માની ઓવરના છેલ્લાં બોલે ચોગ્ગો ફટકારીને જાડેજાએ ચેન્નાઈને ભવ્ય વિજય અપાવ્યો હતો.
અગાઉ ગુજરાતે નોંધાવેલા 214 રનમાં શુબમન ગિલે 20 બોલમાં 39 રન, વૃદ્ધિમાન સહાએ 39 બોલમાં 54 રન સુકાની હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 21 રનનું યોગદાન આપ્યું હતું. સાંઈ સુદર્શન સદી ચૂકી ગયા હતા અને 8 ચોગ્ગા અને 6 સિક્સર સાથે 47 બોલમાં ઝડપી 96 રન ફટકારીને આઉટ થયા હતા.
Advertisement