આઇપીએલ ૨૦૨૩ની લીગ મેચો પૂરી થવામાં છે. દરેક ટીમ પોઇન્ટ ટેબલમાં સ્થાન મેળવીને પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આઇપીએલ ૨૦૨૩માં ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને ૩૪ રને મેચ જીતીને ગુજરાતે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. મેચ જીતવાની સાથે ગુજરાત ટાઇટન્સની ટીમને એક મોટો ફટકો પણ પડયો છે.
Advertisement
Advertisement
ગુજરાત ટાઇટન્સ ટીમમાં સારું પ્રદર્શન કરનાર બોલર નૂર અહમદ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો છે. ગુજરાતે હૈદરાબાદ સામે ૯ વિકેટના નુકસાને ૧૮૮ રન બનાવ્યા હતા. વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ૧૫ ઓવરના અંતે હૈદરાબાદે ૭ વિકેટના નુકસાને ૧૧૧ રન કર્યા હતા. ૧૬મી ઓવર હેનરિક ક્લાસેન ફંેકવા માટે આવ્યો હતો. ઓફ સાઇડ ડમાં ફેંકેલા બોલને હેરિક ક્લાસેને એવો શોર્ટ માર્યો કે તે સીધો નૂરના પગના પંજામાં જઇને વાગ્યો હતો. બોલ વાગતાની સાથે જ નૂર અહમદ મેદાન પર સૂઇ ગયો હતો.
ફિજિયો પણ મેદાન પર આવ્યા પરંતુ નૂરનો દુઃખાવો અસહ્ય હતો આથી તેણે મેદાનની બહાર જવું પડયું હતું. અફઘાનીસ્તાનના નૂર અહમદનું આ સિઝનમાં સારું પ્રદર્શન રહ્યું છે. તેએ ૯ મેચમાં ૧૧ વિકેટ લીધી છે. તે આ સિઝનના બોલરોની યાદીમાં ૨૧મા નંબરે છે. ૨૩ વિકેટ સાથે મોહમ્મદ શમી ટોપ પર છે. નૂરની ઇજા પર કોમેન્ટેટરોએ પણ ભારે ચિંતા વ્યકત કરી છે. બીજી તરફ તે બહાર થશે તો પણ તેઓએ કહ્યું હતું કે જો બહાર થશે તો ગુજરાતને નુકસાન થશે. રાશિદ સાથે નૂરની જોડી સામેની ટીમ માટે ખતરનાક બની રહે છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે ૯ વિકેટ ૧૮૮ રન બનાવ્યા હતા.
શુભમન ગિલે લડાયક ઇનિંગ રમી હતી. તેએ ૫૮ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા. સાઇ સુદર્શન ૪૭ રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમારે ૫ વિકેટ લીધી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમ ૯ વિકેટના નુકસાને ૧૫૪ રન બનાવી શકી હતી. ગુજરાતનો ૩૪ રને વિજય થયો હતો અને પ્લેઓફમાં સ્થાન મેળવનાર પહેલી ટીમ બની હતી. ગુજરાતના મોહમ્મદ શમીએ અને મોહિત શર્માએ ૪-૪ વિકેટ લીધી હતી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ બેટિંગમાં સારા રન કર્યા ન હતા અને બોલિંગ પણ કરી ન હતી તેમ છતાં બોલરોના સારાં દેખવાને લઇને ગુજરાત ટાઇન્ટસ મેચ જીતી
Advertisement