આઇપીએલ ૨૦૨૩માં દરેક મેચમાં રોમાંચક મુકાબલા થઇ રહ્યા છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ૫૭મી મેચમાં મુંબઇએ પ્રથમ બેટિંગ કર્યું હતું. મુંબઇના ખેલાડી સૂર્યકુમાર યાદવે સદી કરીને પ્રેક્ષકોને ખુશ કર્યા હતા તેની સામે ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર અને અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાનની વિસ્ફોટક બેટિંગથી દર્શકોનું દિલ જીત્યું હતું. રાશિદ ખાનની વિસ્ફોટક બેટિંગ ગુજરાત ટાઇટન્સને મેચ જીતાડી ન શકી પણ ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે
Advertisement
Advertisement
જેની ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે. રાશિદ ખાને મુંબઇ સામેની મેચમાં ૪ વિકેટ લઇને પર્પલ કેપ જીતી હતી ત્યારબાદ બેટિંગમાં પોતાની આગવી પ્રતિભા સાથે છગ્ગાઓનો વરસાદ વરસાવ્યો હતો અને તેને ૩૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી વિસ્ફોટક ૭૯ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં રાશિદે ૨૪૬.૮૮ સ્ટ્રાઇક રેટથી રન કર્યા હતા પણ માત્ર ૨૭ રનથી ગુજરાતને હારનો સામનો કરવો પડયો હતો.
રાશિદ ખાને પોતાની ઇનિંગના દમ પર માત્ર આઇપીએલમાં પરંતુ ટી-૨૦ ક્રિકેટમાં પણ ઇતિહાસ રચ્યો છે. આજ સુધી કોઇપણ બેટ્સમેને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ૮ કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે ૧૦ સિક્સર ફટકારી નથી. રાશિદ ખાન આ કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો છે સાથે નીચેના ક્રમે આવીને સૌથી વધારે સ્કોર બનાવ્યો હતો. રાશિદના અણનમ ૭૯ રન પહેલા રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સના નામે હતા જેણે ૨૦૨૧માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે અણનમ ૬૬ રન કર્યા હતા.
મુંબઇ સામેની મેચમાં રાશિદ ખાન પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનને લઇને ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનો રેકોર્ડની નજીક પહોંચી ગયો હતો પણ તે તૂટી શક્યો ન હતો. આઇપીએલમાં ૭મી વાર બન્યું છે જ્યારે કોઇ ખેલાડી ૪ વિકેટ લીધી હોય અને ૫૦થી વધારે રન પણ કર્યા હોય. આ પહેલા યુવરાજે ૨૦૧૧માં દિલ્હી અને ૨૦૧૪માં રાજસ્થાન સામે આ પ્રકારે બોલિંગ અને બેટિંગ કરી હતી. યુવરાજ સિંહે રાજસ્થાન રોયલ્સ સામે ૪ વિકેટ સાથે ૮૩ રન કર્યા હતા રાશિદ ખાન માત્ર પાંચ રનથી યુવરાજનો રેકોર્ડ તોડવાથી દૂર રહ્યો હતો.
Advertisement